Rishabh Pant કોચની દેખરેખ હેઠળ સ્વિમિંગ પૂલમાં ચાલતો દેખાયો
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમને ગત વર્ષે સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો હતો જ્યારે વિકેટકીપર અને બેટ્સમેન રિષભ પંતને એક ભયાનક અકસ્માત નડ્યો હતો. તે ન્યૂ યર પરિવારને સરપ્રાઈઝ આપવા માટે દિલ્હીથી રુડકી જઈ રહ્યો હતો, ત્યારે તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. rishabh pant swimming pool viral video social media
આ ખેલાડી મોતના મુખમાંથી માંડ-માંડ બચ્યો હતો અને નસીબજાેગે કાર ભડભડ સળગી ઉઠે તેની ગણતરીની સેકન્ડ પહેલા જીવિત બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. જાે કે, તે ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો અને લિગામેન્ટ ટીયર પણ થયું હતું, જેના કારણે તે અનિશ્ચિત મર્યાદા સુધી ગેમમાંથી બહાર થઈ ગયો છે.
હાલ રિષભ રિકવરીના માર્ગ પર છે અને સોશિયલ મીડિયા પર આ અંગેની અપડેટ પણ આપી રહ્યો છે. બુધવારે રિષભ પંતે અકસ્માત બાદ પહેલો વીડિયો શેર કર્યો હતો.
https://twitter.com/RishabhPant17/status/1635961020773552133
અગાઉ તે પોતાની ઘણી તસવીરો શેર કરી ચૂક્યો છે, પરંતુ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર વીડિયો શેર કર્યો હોય તેવું પહેલીવાર બન્યું હતું. જેમાં તે પૂલ રિકવરી સેશન એન્જાેય કરતો દેખાયો, તે સ્ટેન્ડના સહારે પાણીમાં ચાલી રહ્યો હતો અને પહેલા કરતાં ઘણો વધારે સ્વસ્થ જણાતો હતો. આ સાથે તેણે લખ્યું હતું ‘નાની વસ્તુઓ, મોટી વસ્તુઓ અને આ વચ્ચેની દરેક વસ્તુઓ માટે આભાર’.
સાથી ખેલાડી સૂર્યકુમાર યાદવે કોમેન્ટ કરી હતી કે નાઈટ મેટઈં૧૭, કીપ ઈટ ગોઈંગ પંતી, તેમ ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ લખ્યું હતું. આટલું જ નહીં બીસીસીઆઈએ પણ આ વીડિયોને તેમના ટિ્વટર હેન્ડલ પર શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું ‘તમે વધારે શક્તિ મળે ચેમ્પ. રિષભ પંતનો અકસ્માત થયો ત્યારે સાથી ખેલાડીઓ અને પૂર્વ કોચથી લઈને ફેન્સે પણ તેના સ્વાસ્થ્યની કામના કરી હતી.
સર્જરી બાજ તેણે ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટમેન્ટ શેર કરીને સૌનો આભાર માન્યો હતો. તેણે લખ્યું હતું કે ‘સપોર્ટ અને શુભેચ્છાઓ માટે હું કૃતજ્ઞ છું. આપ સૌને જણાવવા માગુ છું કે મારી સર્જરી સફળતાપૂર્વક થઈ ગઈ છે અને હું રિકવરીના માર્ગ પર છું. મારો જુસ્સો વધારે છે અને રોજ હું સારું અનુભવી રહ્યો છું. કપરા સમયમાં તમારા બધાની શુભેચ્છા, સપોર્ટ અને પોઝિટિવ એનર્જી માટે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
જણાવી દઈએ કે, ૩૦મી ડિસેમ્બરે વહેલી સવારે રિષભ પંતની કારને અકસ્માત નડ્યો હતો. તેને તરત જ દેહરાદૂનની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ આગળની સારવાર માટે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં એરલિફ્ટ કરાયો હતો. ક્રિકેટરની એક સર્જરી હજી બાકી છે જે ખૂબ જલ્દી કરવામાં આવશે.SS1MS