સતત ચોથા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો
નવીદિલ્હી, ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલના ભાવમાં વધારે થવાથી પેટ્રોલના ભાવ એક વર્ષથી સૌથી ઉંચા સ્તર પર પહોંચી ગઈ છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૪.૬૬ રૂપિયા થયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ ઉંચા સ્તર ૨૫ નવેમ્બર, ૨૦૧૮ના રોજ હતો, જ્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલના ભાવ ૭૪.૮૪ રૂપિયા પ્રતિ લીટર હતો. તેલ વિતરણ કંપનીઓએ સોમવારે ફરી પેટ્રોલની કિંમત દિલ્હી, કોલકાત્તા અને મુંબઈમાં ૧૨ પૈસા જ્યારે કે, ચેન્નાઈમાં ૧૩ પૈસા પ્રિત લીટર વધાર્યો હતો. જોકે, ડીઝલના ભાવમાં કોઈ બદલાવ નથી આવ્યો.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હી, કોલકાત્તા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ વધીને ક્રમશ ૭૪.૬૬ રૂપિયા, ૭૭.૩૪ રૂપિયા, ૮૦.૩૨ રૂપિયા અને ૭૭.૬૨ રૂપિયા પ્રતિ લીટર થયો છે. આ પહેલા ચારેય મહાનગરોમાં પેટ્રોલનો ભાવ ૨૫ નવેમ્બરના રોજ ક્રમશ ૭૪.૮૪ રૂપિયા, ૭૬.૮૨ રૂપિયા, ૮૦.૩૮ રૂપિયા અને ૭૭.૬૯ રૂપિયા પ્રતિ લીટર હતો.
ડીઝલની કિંમત દિલ્હી, કોલકાત્તા, મુંબઈ અને ચેન્નઈમાં વગર કોઈ બદલાવ ક્રમશ ૬૫.૭૩ રૂપિયા, ૬૮.૧૪ રૂપિયા, ૬૮.૯૪ રૂપિયા અને ૬૯.૪૭ રૂપિયા પ્રતિ લીટર પર બની રહ્યું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટ ઈન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ પર બેન્ચ માર્ક કાચા તેલ બ્રેંટ ક્રુડના ભાવમાં આ મહિને અંદાજે ત્રણ ડોલર પ્રતિ બેરલનો વધારો થયો છે.