AMC દ્વારા કરોડોના ખર્ચથી તૈયાર કરેલ ટેનિસ કોર્ટ ધુળ ખાય છે
ખારીકટ કેનાલના પેકેજ-પ માટે રૂા.ર૬૯ કરોડના ટેન્ડર મંજુર થયા ઃ હિતેશ બારોટ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ વોર્ડમાં ટેનિસ કોટ બનાવવામાં આવ્યા છે
પરંતુ આ ટેનિસ કોટનો હજી સુધી પૂર્ણ ઉપયોગ થયો નથી તેથી તેની અંતિમ સ્થિતિ વિશે જાણકારી મેળવવા માટે સ્ટેન્ડીગ કમિટિ તરફથી સુચના આપવામાં આવી છે. મ્યુનિ. કર્મચારીઓની હાજરી પુરવાર માટે રૂા.૧ કરોડના ખર્ચથી બાયોમેટ્રીક મશીન લેવા માટે પણ કમિટીએ મંજુરી આપી છે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા અનુસાર શહેરમાં રામોલ, નિકોલ, વટવા, થલતેજ સહિતના વિસ્તારોમાં કુલ ૧પ જેટલા ટેનિસ કોર્ટ બનાવવામાં આવ્યા છે જેમાં સીગલ ટેનિસ કોટ માટે રૂા.ર૦ લાખ અને ડબલ ટેનિસ કોર્ટ માટે રૂા.૪૦ લાખનો ખર્ચો થયો છે.
છેલ્લા ત્રણ વર્ષથી તૈયાર થયેલા આ ટેનિસ કોટ પીપીપી ધોરણે ચલાવવા આપવા માટે વારંવાર ટેન્ડર કરવામાં આવે છે પરંતુ હજુ સુધી ૧પ પૈકી માત્ર પ ટેનિસ કોટ જ ભાડે આપવામાં આવ્યા છે ચાંદખેડા, ચાંદલોડિયા, થલતેજ, ગોતા અને જાેધપુરના ટેનિસ કોટ ચાલી રહયા છે જયારે નિકોલ, લાંભા અને પાલડી માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે
મ્યુનિ. કોર્પોરેશન તરફથી જે ટેનિસ કોટ ચલાવવા માટે આપવામાં આવ્યા છે તેમાં પણ ખુબ જ ઓછી ફી મળી રહી છે. જયારે રામોલ, જાેધપુર, નારણપુરા, વટવા, વેજલપુર અને રખિયાલના ટેનિસ કોટ બંધ છે. આ તમામ ટેનિસ કોટની છેલ્લી સ્થિતિ અંગેની માહિતી મેળવવા માટે અધિકારીઓને તાકિદ કરવામાં આવી છે.
શહેરના કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા બસ સ્ટેન્ડોને રીપેરીંગ કરવા માટે એએમટીએસના અધિકારીઓને સુચના આપવામાં આવી છે. મ્યુનિ. ટેક્ષ વિભાગ દ્વારા મોટી સંખ્યામાં સીલીંગ થઈ રહયા છે પરંતુ કયારેક ભુલથી માત્ર એક વર્ષનો ટેક્ષ બાકી હોય તેમ છતાં પણ મિલ્કત સીલ કરવામાં આવે છે
એ બાબતે ધ્યાન રાખવા પણ સુચના આપવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે બનાવવામાં આવેલ પે એન્ડ યુઝમાં યુરિનલ માટે પણ ચાર્જ લેવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો બહાર આવી છે તેથી આ મામલે તપાસ કરવા આદેશ આપ્યા છે તથા નાગરિકો પાસેથી ખોટી રીતે પૈસા લેવામાં આવતા હોય
તો તેમના કરાર તાત્કાલિક રદ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા સફાઈ કામદારોની બાયોમેટ્રીક પધ્ધતિથી હાજરી પુરવામાં આવશે જેના માટે તંત્ર દ્વારા રૂા.૧ કરોડ ૮૪ લાખના ખર્ચથી પરપ નંગ બાયોમેટ્રીક મશીનની ખરીદી કરવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશન અને રાજય સરકારના ડ્રીમ પ્રોજેકટ ખારીકટ ડેવલપમેન્ટ યોજનાના પેકેજ-પ માટે રૂા.ર૬૯ કરોડનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.