Western Times News

Gujarati News

Gujarat: કોરોનાના કેસ ૧૦૦ને પાર,અમદાવાદમાં સૌથી વધુ ૬૩ કેસ

રાજ્યમાં કોરોનાના કુલ ૪૩૫ એક્ટિવ કેસઃ આરોગ્ય વિભાગ સતર્કઃ રાજ્યમાં કુલ ૫ દર્દીઓ વેન્ટિલેટર પર

Ahmedabad, છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. Corona cases in Gujarat cross 100: Ahmedabad has the highest number of 63 cases

એક બાજુ એચ૩એન૨ વાયરસના કેસો સતત વધી રહ્યાં છે ત્યારે કોરોનાનાં કેસોમાં પણ વધારો થતાં રાજ્ય સરકાર સફાળી જાગી છે. ગુરુવારે તો ગુજરાતમાં કોરોનાના કેસનો આંક ૧૦૦નો આંકડો વટાવી દેતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં ૬૩ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવ જેવાં લક્ષણોવાળા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧૯ કેસ નોંધાયા છે. જેની સામે ૨૦ દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં ૮૯૭ દર્દીઓનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે.

કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૪૩૫ એક્ટિવ કેસ છે. જેમાંથી ૦૫ દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે ૪૩૧ દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૨,૬૬,૮૦૧ લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ ૧૧,૦૪૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ ૬૩ કેસ નોંધાયા છે. જ્યારે ૧૩ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

તો છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૪ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ અમરેલીમાં ૪ કેસ, આણંદમાં ૨ કેસ, ભરૂચમાં ૨ કેસ, ભાવનગરમાં ૩ કેસ, ગાંધીનગરમાં ૨ કેસ, મહેસાણામાં ૯ કેસ, નવસારીમાં ૧ કેસ, પોરબંદરમાં ૧ કેસ, રાજકોટમાં ૧૩ કેસ, સાબરકાંઠામાં ૨ કેસ, સુરતમાં ૧૩ કેસ અને વડોદરામાં ૪ કેસ નોંધાયા છે.

રાજકોટ શહેરમાં ફરી એક વખત કોરોનાએ માથું ઊંચક્યું હોય તે ગઇકાલે એકસાથે ૮ નવા કેસ પોઝિટિવ નોંધાયા હતા. જેમાં ૨ મહિલા અને ૬ પુરૂષનો સમાવેશ થાય છે. આ ૮ કેસમાં હોટલમાં ઉતરેલા બે એનઆરઆઈનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનો સમાવેશ થાય છે. ચાલુ મહિનામાં ૧૬ એક્ટિવ કેસ નોંધાયા છે.

શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ ઇમ્પિરિયલ પેલેસ હોટલમાં ઉતરેલા યુ.કે.ના ૨ એનઆરઆઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બન્ને આઇસોલેટ થયા છે. ૬૧ અને ૬૮ વર્ષના આ બન્ને પુરુષ વ્યવસાયના કામે રાજકોટ આવીને પહેલા નિરાલી રિસોર્ટમાં અને તે બાદ ઇમ્પિરિયલ પેલેસ હોટલમાં રોકાયા હોવાનું સામે આવ્યું છે. બન્નેએ વેક્સિનના બે-બે ડોઝ લીધા હોવાનું પણ આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે.

આ સિવાય અંબિકા ટાઉનશીપમાં આવેલ સત્યજીત સોપાનમાં રહેતા અને ત્રણ ડોઝ લેનારા ૨૫ વર્ષની યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે મવડી વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટી ૧૧માં રહેતા અને વેક્સિનના ત્રણ ડોઝ લેનારા ૨૭ વર્ષના યુવાનને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શહેરના નાના મવા રોડ પર રાજનગરમાં રહેતા અને વેક્સિનના ત્રણ ડોઝ લેનાર ૨૫ વર્ષના યુવાનનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે નહેરૂનગર સોસાયટીમાં રહેતા અને વેક્સિનના બે ડોઝ લેનાર ૩૪ વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જ્યારે રેસકોર્સ પાર્કમાં રહેતા વેક્સિનના ત્રણ ડોઝ લેનાર ૫૮ વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે સંતકબીર રોડ પર સદગુરૂનગરમાં રહેતા અને વેક્સિનના બે ડોઝ લેનાર ૪૭ વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આ તમામ દર્દી ઘરે જ સારવાર હેઠળ છે. ૮ પૈકી કોઈની હાલત ગંભીર નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.