Western Times News

Gujarati News

કાળા સમુદ્રમાં ઉડી રહેલા American Droneને કેમ રશિયન ફાયટરે ઉડાવ્યુ

અમેરિકી સૈન્ય જાસૂસી ડ્રોન અને રશિયન ફાઈટર પ્લેન સાથે અથડાતાં બંને દેશો વચ્ચે તણાવ-રશિયાને વિમાનો સાવચેતીથી ઊડાડવા અમેરિકાની ચેતવણી

(એજન્સી)વોશિંગ્ટન, ગઈકાલે અમેરિકી સૈન્ય જાસૂસી ડ્રોન અને રશિયન ફાઈટર પ્લેન અથડાવાની ઘટના બની હતી જે બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. આ મામલે રશિયાના સંરક્ષણ મંત્રી અને અમેરિકાના સંરક્ષણ મંત્રી વચ્ચે ટેલીફોનીક વાતચીત થઈ હતી. The moment a Russian fighter jet crashes into US drone over Black Sea

આ વાતચીતમાં રશિયાએ અમેરિકા પર જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ વાતચીત બાદ અમેરિકાના રક્ષા મંત્રીએ કહ્યું હતું કે જયા સુધી આંતરરાષ્ટ્રીય કાયદો મંજૂરી આપશે તે વિસ્તાર સુધી અમેરિકન વિમાનો ઉડશે. આ ઉપરાંત અમેરિકાએ રશિયાને ચેતવણી પણ આપી છે કે તે પોતાના વિમાનોને સાવધાની સાથે ઉડાવે.

અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે જ્યાં પણ આંતરરાષ્ટ્રીય કાયદા ઉડાનને મંજૂરી આપે છે ત્યાં અમેરિકા તેના વિમાન ઉડવાનું ચાલુ રાખશે. તે રશિયા પર ર્નિભર છે કે તે તેના એરક્રાફ્ટને સુરક્ષિત અને યોગ્ય રીતે ઉડાવે.

યુએસઆર્મી ચીફ માર્ક મિલીએ કહ્યું કે પેન્ટાગોન ઘટનાનામાં અમે તપાસ કરી રહ્યા છીએ અને આ ઘટનામાં શું થયું તે જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે. માર્ક મિલીએ કહ્યું કે અમે જાણીએ છીએ કે અમારા ડ્રોનને જાણી જાેઈને અટકાવવામાં આવ્યું હતું. આ ઇરાદાપૂર્વક આક્રમક રીતે કરવામાં આવ્યું હતું અને તે અત્યંત ખોટું અને અસુરક્ષિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.