કચરાના ઢગલા પર ગ્રીન કાર્પેટ પર કેજરીવાલ ચાલતા વિવાદ
નવી દિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ભલસ્વા લેન્ડફિલ સાઈટની મુલાકાત લીધા બાદ ટૂંક સમયમાં અહીં સર્જાયેલા કચરાના ઢગલાનો નિકાલ લાવવાનો વાયદો કર્યો હતો.
જાેકે આ દરમિયાન નવો વિવાદ સર્જાયો છે. ભાજપે કેજરીવાલની અમુક તસવીરો શેર કરી તેમના પર કટાક્ષ કર્યો હતો જેમાં દિલ્હીના મુખ્યમંત્રી લેન્ડફિલ સાઈટ પર પાથરવામાં આવેલી ગ્રીન કાર્પેટ પર ચાલતા દેખાઈ રહ્યા છે.
ભાજપના સાંસદ મનોજ તિવારીઓ આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સામે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કેજરીવાલ પર કટાક્ષ કરતાં તસવીરો પણ શેર કરી અને સાથે જ કેપ્શનમાં લખ્યું કે રાજા સાહેબ.
તિવારીએ લખ્યું કે લેન્ડફિલ સાઇટની મુલાકાત લીધી તો ગ્રીન કાર્પેટ પાથરીને તેના પર ચાલ્યા.. કેમ કે રાજા સાહેબ છે… હદ છે આપની અરવિંદ કેજરીવાલજી. ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ પણ કહ્યું કે લેન્ડફિલ સાઈટ પર કેજરીવાલનું ગ્રીન કાર્પેટ પર સ્વાગત. તમારા શૂઝ જાેયા, ખાસ છે. તેને જમીન પર ન ઉતારશો. ગંદા થઈ જશે.
ખરેખર તો એમસીડીની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાયદો કર્યો હતો કે તેમની પાર્ટી એમસીડીમાં સત્તામાં આવશે તો દિલ્હીના ત્રણ કચરાના પહાડોને ખતમ કરી નાખશે. ગાઝીપુર, ભલસ્વા અને ઓખલા લેન્ડફિલ સાઈટ પર કચરો હટાવવાનું કામ ચાલી રહ્યું છે. એમસીડીમાં જીત બાદ આપનું મોટું લક્ષ્ય આ લેન્ડફિલ સાઇટ્સને ખતમ કરવાનું જ છે. SS2.PG