મોદીએ શીખ સમુદાય માટે ઘણા કાર્ય કર્યાઃ જસવંત સિંહ
નવી દિલ્હી, દલ ખાલસા સંગઠનના સ્થાપક અને પૂર્વ ખાલિસ્તાની નેતા જસવંત સિંહ કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે પીએમ મોદીએ શીખ સમુદાય માટે ઘણું કર્યું છે. વડા પ્રધાન મોદી શીખ સમુદાય માટે ખૂબ સન્માન ધરાવે છે અને તેમના લોકો માટે ઘણા કાર્યો કર્યા છે. તેમણે કરતારપુર કોરિડોર ખોલ્યો, લોકોને છોટે સાહિબજાદો વિશે જાગૃત કર્યા અને લોકોને બ્લેકલિસ્ટ કરવાનું બંધ કર્યું.
જસવંત સિંહ કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે મોદી સરકારે ઘણી મોટી માંગણીઓ સ્વીકારી લીધી છે અને કેટલીક વધુ માંગણીઓ પર વિચાર કરવામાં આવશે. પૂર્વ ખાલિસ્તાની નેતા જસવંત સિંહે વારિસ પંજાબ દે સંગઠનના વડા અમૃતપાલ સિંહની પણ ટીકા કરી હતી. અમૃતપાલ સિંહ હાલમાં જ પંજાબના અજનાલામાં પોલીસ સાથેની અથડામણને લઈને ચર્ચામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટરે કહ્યું કે અમૃતપાલ સિંહને ખાલિસ્તાન વિશે કંઈ ખબર નથી. તેણે કહ્યું કે અમૃતપાલ ખાલિસ્તાની નથી અને તે તેના વિશે કંઈ જાણતો નથી પરંતુ તે ખાલિસ્તાનના નામે ખૂબ પૈસા કમાઈ લેશે.
જસવંત સિંહે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈપર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે આઈએસઆઈઅમૃતપાલ સિંહનો એક સાધન તરીકે ઉપયોગ કરી રહી છે પરંતુ તે તેનો કાયમ માટે ઉપયોગ કરશે નહીં અને જ્યારે અમૃતપાલ તેમના માટે મદદરૂપ નહીં થાય ત્યારે તેનું સ્થાન કોઈ બીજી વ્યક્તિ લઈ લેશે. SS2.PG