સરળ કામ કરતું કોપાયલોટ માઈક્રોસોફ્ટે લોન્ચ કર્યું
વોશિંગ્ટન, માઈક્રોસોફ્ટએ એક એવું ટૂલ લોન્ચ કર્યું છે જે કદાચ આ દાયકાનું સૌથી શક્તિશાળી પ્રોડક્ટિવિટી ટૂલ હોઈ શકે છે. કંપનીએ તેને આ પ્લેનેટનું સૌથી પાવરફૂલ પ્રોડક્ટિવિટી ટૂલ પણ ગણાવી દીધું છે. માઈક્રોસોફ્ટએ તેનું નામ કોપાયલોટરાખ્યું છે અને આ બધું ઓપન એઆઈના જીપીટી ૪ને લીધે શક્ય બન્યું છે. તમે કોપાયલોટટૂલને આસિસ્ટન્ટ પણ માની શકો છો.
કોપાયલોટશું છે અને કેવી રીતે કામ કરે છે? તે કેવી રીતે તમારા જીવનને સરળ બનાવી શકે છે? તેના પર ચર્ચા કરીશું પણ એ પહેલા કોપાયલોટનું એક નાનકડું ઉદાહરણ જણાવું છું. આ રસપ્રદ ઉદાહરણથી તમારી અંદર પણ કોપાયલોટને સમજવાની ઉત્સુકતા વધી જશે. માની લો કે તમે ક્યાંક નોકરી કરી રહ્યા છો અને બોસને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપવું છે કે પછી તમારે ક્યાંક નોકરી મેળવવી છે અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવું છે. એક સરસ મજાનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં ઓછોમાં ઓછા બે કલાક તો લાગી જ જશે. અનેકવાર તો ઘણા દિવસ વીતી જવા છતાં પ્રેઝન્ટેશન તૈયાર થઈ શકતું નથી પણ કોપાયલોટટૂલથી અનેક દિવસોનું આ કામ અમુક સેકન્ડ્સમાં જ થઈ જશે.
પાવર પોઈન્ટની સ્લાઇડમાં તમારે શું લખવું છે? કઈ ડિજાઇન રાખવી છે? કયા એનિમેશન રાખવા છે? કયા ટેમ્પલેટ સિલેક્ટ કરવા છે? કયા ફોટા લેવા છે? એનિમેશન કઈ રીતે યૂઝ કરવા જાેઈએ? વગેરે જેવા તમામ મૂંઝવણભર્યા પ્રશ્નોના જવાબ તમને કોપાયલોટઅમુક જ સેકન્ડ્સમાં આપી દેશે. તમારે ફક્ત કોપાયલોટને કમાન્ડ આપવાના અને તે તમારું કલાકોનું કામ અમુક જ સેકન્ડ્સમાં કરી આપશે.
માઈક્રોસોફ્ટની એક ઈવેન્ટ આયોજિત કરવામાં આવી હતી. આ રેકોર્ડેડ ઈવેન્ટમાં કંપનીના સીઈઓ સત્ય નડેલાએ કોપાયલોટવિશે માહિતી આપી હતી. સત્ય નડેલાએ કહ્યું કે કોપાયલોટને એટલા માટે ડિજાઈન કરાયું છે કે જેથી લોકોનું મુશ્કેલ કામ અમુક જ સેકન્ડ્સમાં પૂરું થઈ જાય. સત્ય નડેલાએ એમ પણ કહ્યું કે જેમ હાલના સમયમાં માનવી કી-બોર્ડ, માઉસ અને મલ્ટીટચ કમ્પ્યૂટિંગ વિશે વિચારી પણ ના શકે એવી જ રીતે ભવિષ્યમાં વ્યક્તિ કોપાયલોટઅને નેચરલ લેંગ્વેજ વગર કમ્પ્યૂટિંગ વિશે વિચારી પણ નહીં શકે.
માઈક્રોસોફ્ટ ૩૬૦ કોપાયલોટકંપનીનું એક નવું ટૂલ/આસિસ્ટન્ટ છે જે માઈક્રોસોફ્ટ ઓફિસ ૩૬૫ની તમામ પ્રોડક્ટ્સમાં મળશે. એમએસ વર્લ્ડ, એમએસ એક્સેલ, પાવરપોઈન્ટઅને આઉટલુકસહિત માઈક્રોસોફ્ટની અન્ય પ્રોડક્ટ્સ જેમ કે ટીમ્સમાં કોપાયલોટસપોર્ટ અપાશે. માઈક્રોસોફ્ટે કોપાયલોટના લોન્ચિંગ દરમિયાન કહ્યું કે અત્યાર સુધી લોકો પાવરપોઈન્ટના ફક્ત ૧૦% ટૂલ યૂઝ કરતા હતા પણ કોપાયલોટઆવ્યા બાદ પાવરપોઈન્ટના ૧૦૦% ટૂલ્સ યૂઝ કરી શકાશે. તમારે ફક્ત કમાન્ડ આપવાના રહેશે અને કોપાયલોટતમારું આખું કામ કરી આપશે.
માઈક્રોસોફ્ટએ કહ્યું કે હાલ માઈક્રોસોફ્ટ ૩૬૫ કોપાયલોટનું ટેસ્ટિંગ ૨૦ કસ્ટમર સાથે કરાઈ રહ્યું છે જેમાં ૮ ફોર્ચ્યુન ૫૦ કંપનીઓ સામેલ છે. આવનારા સમયમાં તેના પ્રિવ્યૂને વધુ લોકોને અપશે. જાેકે કોપાયલોટનું ટારગેટ કસ્ટમર બેઝ ઓફિસમાં છે એટલા માટે કંપની શરૂઆતમાં કંપનીઓને જ તેનું એક્સેસ આપશે જેથી તે તેમના કર્મચારીને તેની સુવિધા આપી શકે. SS2.PG