અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ-૨૦૨૩ ની ઉજવણી

પ્રતિનિધિ.મોડાસા, અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેકટ ના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ-૨૦૨૩ ની ઉજવણી,પ્રાકૃતિક કૃષિ મેળો અને પ્રદર્શનના કાર્યક્રમ યોજાયા. જિલ્લાના દરેક ગામમાં ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે,અનાજનું ઉત્પાદન વધે તેવો સંકલ્પ આ શિબીરમાં દ્દઢ કરવામાં આવ્યો. માનનીય રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રીશ્રીના અભિગમથી પ્રાકૃતિક ખેતી તરફ ગુજરાતના ખેડૂતો હવે સફળતાથી આગળ વધી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી થકી કુદરત અને પોતાના જીવનમાં પણ સુધારો લાવી રહ્યા છે. ખેતી કરવાની રીત અને પદ્ધતિ હવે બદલાઈ છે અને પ્રાકૃતિક ખેતી તરફ સફળતાથી આગળ વધી રહી છે. અરવલ્લી જિલ્લામાં પણ આર શિબિર ની અંદર પ્રાકૃતિક ખેતી માટે દૃઢ સંકલ્પ લેવામાં આવ્યા હતા.
આ પ્રાકૃતિક કૃષિ મેળા અને પ્રદર્શનમાં આંતરરાષ્ટ્રીય ૨૦૨૩ ની ઉજવણી હાથ ધરવામાં આવી જેમાં ૨૦૨૧ ૨૨ માં બેસ્ટ એવોર્ડ થી નવાજૂની ખેડૂતોનું પણ સન્માન કરવામાં આવ્યું. અને જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ૭૫ ખેડૂતોની સાફલ્ય ગાથા બુકનું વિમોચન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે. એન. શાહ, જિલ્લા પ્રમુખશ્રી લાલસિંહ ચૌહાણ, ઉપપ્રમુખશ્રી, અરવલ્લી જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પી.બી પરમાર, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી, તેમજ જિલ્લા ના પદાઅધિકારીશ્રીઓ અને તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી બિપીન ભાઈ પટેલ અન્ય અધિકારીશ્રીઓ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.