Western Times News

Gujarati News

ભારતમાં ફરી હાહાકાર મચાવશે કોરોનાની લહેર?

નવી દિલ્હી, ભારતમાં કોરોના મહામારીની વધુ એક લહેર આવવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં ૭૯૬ નવા કેસ સામે આવ્યા છે અને હવે દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૪,૪૬,૯૩,૫૦૬ થઈ ગઈ છે. Will the corona wave cause havoc in India again?

નિષ્ણાતોનું કહેવું છે કે, કોરોનાનું નવું સ્વરૂપ ખૂબ જ ચેપી છે અને તે ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને પુડુચેરીમાં કોરોનાવાયરસ ચેપને કારણે એક-એક દર્દીનું મૃત્યુ થયું છે.

આ સ્થિતિમાં નવા કેસોમાં ઝડપથી વધારો ચિંતાજનક છે. આના માટે જાગૃતિ જરૂરી છે, જેથી બેદરકારીના કારણે સ્થિતિ બગડે નહીં. સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૫ હજારને વટાવી ગઈ છે અને તમામ સંક્રમિતોની સારવાર કરવામાં આવી રહી છે.

કોરોનાના નવા કેસ વધવા પાછળ તેના સબ-વેરિઅન્ટ એક્સબીબી૧.૧૬ અને એક્સબીબી૧.૧૫ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને પુડુચેરીમાં કોરોના વાયરસના ચેપને લઈને તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે.

નિષ્ણાતો કહે છે કે, એક્સબીબી૧.૧૬ કોરોનાનું વેરિઅન્ટ એક્સબીબીનું પેટા પ્રકાર છે. તેની સીધી અસર રોગપ્રતિકારક શક્તિ પર પડે છે. જેના કારણે ગળામાં દુઃખાવો, શરદી, દુઃખાવો અને તાવ જેવા લક્ષણો સામે આવ્યા છે. જાે કે, કેટલાક લોકોએ થાક, માથાનો દુખાવો, વહેતું નાક, સ્નાયુઓમાં દુખાવોની ફરિયાદ પણ કરી છે.

ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ અનુસાર જે નવા પ્રકારોને કારણે કોરોના ચેપના વધતા કેસોનું નિરીક્ષણ કરે છે. ભારતમાં સબ-વેરિઅન્ટ એક્સબીબી ૧.૧૬ના સૌથી વધુ કેસ નોંધાયા છે. અન્ય દેશોમાં પણ કેસ જાેવા મળ્યા છે જેમાં અમેરિકામાં ૧૫ કેસ નોંધાયા છે જ્યારે સિંગાપોરમાં ૧૪ કેસ નોંધાયા છે. ભારતમાં તેમની સંખ્યા ૪૮ પર પહોંચી ગઈ છે.

સબ-વેરિઅન્ટ એક્સબીબી૧.૧૬ વિશે નિષ્ણાતો કહે છે કે, અગાઉ ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ફેલાયેયો હતો. એમિક્રોન વેરિયંટે દુનિભારમાં ખળભળાટ મચાવ્યો હતો. પરંતુ હવે સબ-વેરિઅન્ટ એક્સબીબી૧.૧૬ને કારણે રોગચાળાની શક્યતા વધી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેમને જાેખમ વધુ છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ સાજા થનારાઓને જુદી જુદી પ્રકારની બિમારીઓનો ભોગ બનવું પડી રહ્યું છે.

જુદા જુદા સંશોધનમાં આ અનેક પ્રકારની બાબતો સામે આવી રહી છે. હવે તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સંશોધન અને કિસ્સાઓ પરથી સામે આવ્યું છે કે, કોરોના સંક્રમિત દર્દીઓને લોકોના ચહેરા ઓળખવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

એક યુવતી (નામ બદલ્યું છે) કોવિડથી સંક્રમિત હતી. તેની સારવાર ચાલી રહી હતી. તે થોડા મહિના પછી તેના પરિવારને મળી. તે સમયે તે કોરોના સંક્રમિત છે કે નહીં તેની પુષ્ટિ થઈ ન હતી. જ્યારે વૈજ્ઞાનિકોએ તેમની પૂછપરછ કરી હતી અને તેની તપાસ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે, તે તેના પિતાનો અવાજ બીજા કોઈના ચહેરા પરથી સાંભળી રહી હતી. સામે જે ચહેરો હતો તે તેના પિતાનો નહોતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.