ગોધરામાં ચેટીચંદના પર્વની ઉજવણી નિમિત્તે એકતા બાઇક રેલી યોજાઈ
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) (પ્રતિનિધિ) ગોધરા, ૨૩મી માર્ચે સિંધી સમાજનો મહાપર્વ ચેટીચંદની થનારી ઉજવણી ને લઇ રવિવારે સાંજે ગોધરા શહેરના સિંધી સમાજના તમામ ભાઈઓ તથા બહેનો દ્વારા એકતા સંદેશ યાત્રા અંતર્ગત એકતા બાઈક રેલી યોજવામાં આવી હતી.
ઝુલેલાલ ભગવાનના જન્મ દિનને સિંધી સમાજ દ્વારા ચેટીચંદના પર્વ તરીકે ઉજવણી કરાય છે ૨૩મી માર્ચે ચેટીચંદના પર્વની ઉજવણી થનારી છે જે ઉજવણીને લઈને આજરોજ ગોધરા શહેરમાં વસવાટ કરનાર તમામ સિંધી સમાજના બિરાદરો દ્વારા ભાઈચારો અને એકતા રહે તે અંતર્ગત મોટી સંખ્યામાં એકતા બાઇક રેલી યોજવામાં આવી હતી
આ બાઈક રેલીની શરૂઆત ગોધરા શહેરના શ્રી વરૂણ ધર્મશાળા બહારપુરા થી નીકળીને શહેરના વિવિધ માર્ગો ઉપર યોજવામાં આવી હતી જેમા પાંજરાપોળ ,વિશ્વકર્મા ચોક, એક નંબર ચોકી, કલાલ દરવાજા, લાલબાગ ટેકરી ,ભુરાવાવ ચોકડી, ઝુલેલાલ સોસાયટી ,યોગેશ્વર સોસાયટી તેમજ પાવર હાઉસ , ડો. ગીધવાની રોડ,
થી ચીઠીયાવાડ જુલેલાલ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનો જાેડાયા હતા અને તમામ સિંધી સમાજના ભાઈઓ અને બહેનોએ ભગવાન જૂલેલાલના ગુણગાન સાથે જુમી ઉઠ્યા હતા. ભગવાન જુલેલાલના ગુણગાન સાથે સમસ્ત વાતાવરણ ભક્તિમય બન્યું હતું.