પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોસિએશનની જનરલ મીટીંગ યોજાઇ
(તસ્વીરઃ ભગવાનભાઈ સોની) પાલનપુર, પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોસિએશનની સાધારણ સભા પાલનપુરમાં સોની સમાજની વાડી ખાતે યોજાઇ હતી જેમાં નવીન કારોબારીની નિમણૂક કરવામાં આવી હતી.
પાલનપુરમાં સોની સમાજની વાડી ખાતે પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોસિએશનની સાધારણ સભા યોજાઈ હતી જેમાં એસોસિયન દ્વારા ગત વર્ષે કરેલા કાર્યો તેમજ ઠરાવોનું વાંચન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં એસોસિયનના પૂર્વ પ્રમુખ મંત્રી તેમજ વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સાધારણ સભામાં નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ-ભગવાનભાઈ.ટી. સોની,ઉપપ્રમુખ -અતુલભાઇ જાેશી(ચોકસી),ઉપપ્રમુખ- મુકેશભાઈ મોદી(ચોકસી),મંત્રી -શૈલેષભાઈ સોની,સહમંત્રી -રાજુભાઈ પટેલ,ખજાનચી-આશિષભાઈ સોની , ઓડિટર-રઘુભાઈ અગ્રવાલની સર્વનું મતે વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે ચોકસી બજારના સભ્યો તેમ જ વડીલો ઉપસ્થિત રહ્યા હતા.