Western Times News

Gujarati News

હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હીમાં યોજાઈ રહેલી મહાપંચાયત માટે ભેગા થયા

MSP ગેરંટી એક્ટ અને લોન માફી માટે દિલ્હીમાં ખેડૂતોની મહાપંચાયત

નવીદિલ્હી, ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં થયેલા આંદોલનનું સમાપન પર સરકાર અને ખેડૂતો વચ્ચે ઘણા મુદ્દે સહમતિ સધાઇ હતી. ખેડૂતોનો આરોપ છે કે, સરકારે પોતાના વાયદા પૂરા કર્યા નથી. જે કારણે ખેડૂત આવનારી ૨૦ માર્ચના રોજ દિલ્હીમાં મહાપંચાયત કરવા જઇ રહ્યા છે. ‘Kisan Mahapanchayat’ underway at Ramlila Maidan in Delhi

શહીદ ભગતસિંહ કિસાન યુનિયન પણ અંબાલાથી મહાપંચાયતમાં ભાગ લેશે અને ટ્રેનમાં દિલ્હી જશે. ખેડૂતોનું કહેવું છે કે, એમએસપી ગેરંટી એક્ટ, લોન માફી, ટેની મિશ્રા પર કાર્યવાહી સહિતના ઘણા મુદ્દાઓ પર સહમતિ હતી પરંતુ તે વચનો પૂરા થયા નથી. જેના કારણે ખેડૂતોએ ફરી એક મોટું આંદોલન કરવું પડશે.

ખેડૂતોએ જણાવ્યું હતું કે, જાે સરકાર મહાપંચાયતની ચેતવણી ધ્યાન આપવામાં નહીં આવે તો ફરી એકવાર મોટું આંદોલન કરવામાં આવશે. ભારતીય કિસાન યુનિયન દ્વારા મેરઠના કમિશનરેટ પાર્કમાં ગત દિવસોમાં MSP દરના અમલીકરણ, શેરડીના ભાવની જાહેરાત,

ખેડૂતોના ટ્યુબવેલમાંથી વીજળી મીટર દૂર કરવા અને અન્ય ઘણી માંગણીઓ અંગે એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે ખેડૂતોને ૨૦ માર્ચે દિલ્હી જવા માટે કહ્યું છે, જેમાં મહાપંચાયતમાં આગળની રણનીતિ બનાવવામાં આવશે.

ભારતીય કિસાન મંચના નેતાઓનો આરોપ છે કે, કેન્દ્ર સરકાર જે ખેડૂત નેતાઓના ઘરો પર રેડ પાડી રહી છે, તેમની સામે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. ૨૧ ફેબ્રુઆરીના રોજ તેના રાજ્યવ્યાપી રેડમાં, સીબીઆઈએ ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ અજમેર સિંહ લાખોવાલના ઘણા સ્થળોની તપાસ કરી હતી.

CBI દ્વારા જે પ્રોપર્ટી પર રેડ પાડવામાં આવ્યા છે, તેમાં સમાલામાં પેટ્રોલ પંપ, મોહાલીમાં તેમના પુત્ર હરિન્દર સિંહ લાખોવાલનું ઘર અને પટિયાલા સ્થિત ભારતીય કિસાન સંઘના પ્રમુખ સતનામ સિંહ બેહરુની સંપત્તિનો સમાવેશ થાય છે.

યુનાઇટેડ કિસાન મોરચા ૨૦ માર્ચના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરશે. આમાં ૩૨ ખેડૂત સંગઠનો ભાગ લઈ શકે છે. ખેડૂત સંઘનું કહેવું છે કે, જાે સરકાર માંગ પૂરી નહીં કરે, તો આ હડતાલ કાયમી ધોરણે શરૂ કરી શકાય છે. ૯ માર્ચના રોજ કુરુક્ષેત્રમાં કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂત આગેવાનોએ ભાગ લીધો હતો. પંચાયતમાં કિસાન સંઘે જાહેરાત કરી હતી કે, નવી દિલ્હીમાં ૨૦ માર્ચના રોજ કિસાન મહાપંચાયત થશે. એસકેએમએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તેમને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહી છે. આ દરમિયાન ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારનો મુકાબલો કરવા માટે ખેડૂત સંગઠન પણ પોતાની રણનીતિ તૈયાર કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.