Western Times News

Gujarati News

TMKOCમાં ફરી કામ કરવા માગે છે Tanaya Gupta

મુંબઈ, ૨૦૦૮માં Tarak Mehta Ka Oolta Chashmaની શરૂઆત થઈ ત્યારથી બે પાત્રોની રાહ જાેવાઈ રહી છે, એક દયાભાભીના મમ્મી અને બીજી પત્રકાર પોપટલાલની પત્ની. TMKOCમાં અત્યારસુધીમાં પોપટલાલ માટે માગા આવ્યા હોય અને વાત લગ્ન સુધી પહોંચ્યા બાદ અટકી ગઈ હોય તેવું ઘણીવાર બન્યું છે. પોપટલાલ જ નહીં હવે તો સીરિયલના દર્શકો પણ તેમના લગ્ન ક્યારે થશે તે જાણવા માટે આતુર છે. Tanya Gupta wants to work again in TMKOC

તારક મહેતાના રોલમાં જ્યારે સચિન શ્રોફની એન્ટ્રી થઈ ત્યારે પ્રોડ્યૂસર આસિત કુમાર મોદીએ પોપટલાલની દુલ્હનની પણ ખૂબ જલ્દી એન્ટ્રી કરાવવામાં આવશે તેમ કહ્યું હતું. આ અંગે હજી સુધી કોઈ અપડેટ સામે આવ્યું નથી. પરંતુ શોમાં એકવાર પોપટલાલની લવ ઈન્ટરેસ્ટ ‘સપના’ તરીકે જાેવા મળેલી તાન્યા ગુપ્તાએ કમબેક કરવાની ઈચ્છા દર્શાવી છે.

વાતચીતમાં તાન્યાએ ગુપ્તાએ કહ્યું હતું કે ‘મને શોમાં પરત બોલાવવા માટે મેં મેકર્સના કાનમાં વાત નાખી છે. હાલ તો કોઈ વાત ચાલી રહી નથી. પરંતુ જાે મને ફરીથી તક આપવામાં આવી તો શોમાં કામ કરવાનું ગમશે. TMKOCમાં તાન્યા ગુપ્તાનો રોલ આમ તો નાનો હતો, પરંતુ તેને આ થકી પોપ્યુલારિટી ઘણી મળી હતી.

શોમાં કામ કરવાની તક કેવી રીતે મળી તે વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘હું CID માટે શૂટિંગ કરી રહી છે. મારે બીજાે એક કેમિયો કરવાનો હતો. CIDમાં મારે એક સીન બાકી હતો, જે બીજા દિવસે શૂટ કરવાનો હતો. તેથી, મેં નવા શોની ચેનલને બીજા શોમાં એક સીન બાકી હોવાથી થોડી મોડી આવીશ તેમ કહ્યું હતું. જેના કારણે ઘણી ગેરસમજણ થઈ હતી અને તે દલીલોમાં પરિણમી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tanaya Gupta (@tanayagupta09)

અંતે તેમણે મને રિપ્લેસ કરી હતી. હું નિરાશ થઈ હતી. બીજા દિવસે અચાનક મને ‘TMKOC’ના મેકર્સ તરફથી ફોન આવ્યો હતો. હું ઓડિશન માટે ગઈ હતી અને પોતાનું ૧૦૦ ટકા ન આપ્યું હોવાનું લાગ્યું હતું. હું ફરીથી ગઈ હતી અને શો આટલો મોટો છે તેવું જાણતી નહોતી.

બાદમાં તેમણે મને લૂક ટેસ્ટ માટે બોલાવી હતી. જ્યારે હું ત્યાં ગઈ ત્યારે ઘણી છોકરીઓ બેઠી હતી. મને ચોથીવાર બોલાવવામાં આવી હતી. હું પોપટલાલ સાથે સીન કરું તેમ તેઓ ઈચ્છતા હતા. ઘણી મીટિંગ બાદ મારું નામ ફાઈનલ થયું હતું. ફેન મોમેન્ટ વિશે વાત કરતાં વિદિશા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ‘થોડા દિવસ બાદ લોકો મને ઓળખવા લાગ્યા હતા.

જ્યારે એપિસોડ ઓન-એર થયો અને રિપીટ ટેલિકાસ્ટ થયો ત્યારે મને ક્રેઝનો અનુભવ થયો. એકવાર હું ટ્રેનમાં ટ્રાવેલિંગ કરી રહી હતી ત્યારે હું ખૂબ હતી. મેં મારો ચહેરો કવર કરીને રાખ્યો હતો. તેમ છતાં લોકો મને ઓળખી ગયા હતા’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.