Ahmedabad: વિદેશ ગયેલા પતિએ જાસૂસી માટે બેડરૂમમાં CCTV લગાવ્યા
અમદાવાદ, પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિ તેની જાસૂસી કરતો હોય તેવા કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે અને તેના કારણે કેટલાક ઘર પર તૂટ્યા છે.Ahmedabad: Abroad husband installs CCTV in bedroom for spying
વાડજમાં રહેતી એક પરિણીતા સાથે પણ આવું જ કંઈક થયું હતું.પતિ કમાવવા માટે સ્વિડન ગયો ત્યારે તેના પર ચાંપતી નજર રાખવા માટે બેડરૂમમાં કેમેરા લગાવીને ગયો હતો. પતિની શંકા કરવાની આદતથી પરિણીતા એટલી પરેશાન થઈ ગઈ હતી કે દીકરીને લઈને પિયર રહેવા જતી રહી હતી.
બાદમાં તેણે પહેલા પોલીસ સ્ટેશન અને બાદમાં કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે પરિણીતાની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો અને પતિને મહિને ૨૫ હજાર રૂપિયા ભરણપોષણ હેઠળ આપવાનો આદેશ દીધો હતો. સમગ્ર કેસની વાત કરીએ તો, પરિણીતાના લગ્ન આઠ વર્ષ પહેલા વાડજમાં રહેતા મોહિત સાથે રીતિ-રિવાજથી થયા હતા.
લગ્ન બાદ તે સાસરિયાં સાથે રહેવા લાગી હતી અને થોડા સમય બાદ તેણે દીકરીને જન્મ આપ્યો હતો. પરિવારને દીકરો જાેઈતો હતો પરંતુ તેમની ઈચ્છા પૂરી ન થતાં તેમણે તેને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. પતિ પોતાને સમજશે તેવી આશા સાથે પરિણીતાએ તેને વાત કરી હતી. પરંતુ ઉલ્ટાનું તે તેને જ ધમકાવવા લાગ્યો હતો અને કહ્યું હતું કે, ‘જાે તારે આ ઙારમાં રહેવું હોય તો બધું સહન કરવું પડશે’.
સમાજમાં પિયરની બદનામી ન થાય તે માટે પરિણીતા ચૂપચાપ બધું સહન કરતી રહી હતી. થોડા સમય બાદ મોહિતને નોકરી માટે સ્વિડન જવાનું થયું હતું. આ માટે તેણે પરિણીતાને પિયરમાંથી પૈસા લઈ આવવાનું દબાણ કર્યું હતું. જાે કે, તેણે આ માટે સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.
મોહિત જ્યારે સ્વિડન ગયો ત્યારે બેડરૂમમાં CCTV કેમેરા લગાવીને ગયો હતો. તેણે વિદેશમાં જઈને પત્ની સાથે વાતચીત કરવાનું પણ બંધ કરી દીધું હતું. પરિણીતા દીકરીને લઈને પિયર રહેવા જતી રહી હતી અને વાડજ પોલીસ સ્ટેશનમાં પતિ તેમજ તેના પરિવાર સામે ફરિયાદ નોંધાવી હતી.
તેણે કોર્ટમાં ભરણ પોષણ માટે અરજી પણ દાખલ કરી હતી. જ્યાં કોર્ટે પતિ મહિને ૪ લાખ રૂપિયા કમાતો હોવાથી અને પત્ની પાસે આવકનું કોઈ સાધન ન હોવાથી મહિને ૨૫ રૂપિયા ભરણપોષણ પેટે આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આદેશ આપતાં મોહિત તાત્કાલિક સ્વિડનથી અમદાવાદ આવ્યો હતો અને ભરણપોષણની રકમ જમા કરાવી હતી.SS1MS