જૂનાગઢ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ
જૂનાગઢ, ફળોના રાજા એવા કેરીના શોખીન લોકો માટે સારા સમાચાર છે. ગુજરાતના બજારોમાં કેસર કેરીની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. જૂનાગઢ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થઇ ગઇ છે. યાર્ડમાં પહેલા દિવસે ૧૦૦થી ૧૫૦ પેટીની આવક થઇ છે.Mango Market Gujarat
બીજી બાજુ, ખેડૂતોને કેસર કેરીના સારા ભાવ પણ મળી રહ્યા છે. જૂનાગઢ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થઇ ગઇ છે. યાર્ડમાં પહેલા દિવસે ૧૦૦થી ૧૫૦ પેટીની આવક થઇ છે.
૧૦ કિલોના ૧૦૦૦થી ૧૫૦૦ રૂપિયાના ભાવ બોલાયા છે. વાતાવરણ પલટાને કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. જ્યારે હજુ આવતા દિવસોમાં કેરીની આવક વધી શકે છે. ફળોના સ્વાદ પ્રેમીઓ જેમની આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યા હતા, તેવી મીઠી કેસર કેરીનું આગમન થવા પામ્યું છે. જૂનાગઢ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે.
આ વર્ષે માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી મીઠી મધુર કેસર કેરીનું આગમન થતાં ખેડૂતો અને વેપારીઓમાં પણ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. બજારમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેસર કેરીના સ્વાદ પ્રેમીઓનો કેરીના આગમનને લઈને આતુરતાનો અંત આવ્યો છે.
આ વર્ષે બજારમાં કેસર કેરીનું આગમન થવા પામ્યુ છે, પરંતુ તાજેતરમાં જ ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે, ત્યારે બજારમાં આગામી દિવસોમાં કેસર કેરીની કેવી આવક થશે એ જાેવાનું રહેશે. વાતાવરણમાં પલટાને કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે, જ્યારે હજુ આવતા દિવસોમાં કેરીની આવક વધી શકે છે.SS1MS