ગોદરેજ એપ્લાયન્સિસ ક્ષમતા વિસ્તરણમાં વધુ રૂ.700 કરોડનું રોકાણ કરશે
- ઉત્પાદન ક્ષમતામાં 19 લાખ યુનિટ વધારો કરીને વાર્ષિક 65 લાખ યુનિટ્સ લઇ જવાશે
- સ્થાનિક ઉત્પાદન સરકારની મેક ઇન્ડિયા પહેલને અનુરુપ
- લેટેસ્ટ જાહેરાત સાથે ક્ષમતા અને ટેકનોલોજી વિસ્તરણમાં ગોદરેજ એપ્લાયન્સિસનું રોકાણ છ વર્ષમાં વધીને રૂ.1100 કરોડ થયું
મુંબઇ, હોમ એપ્લાયન્સિસ સેગમેન્ટમાં અગ્રણી કંપની ગોદરેજ એપ્લાયન્સિસ 2022 સુધીમાં રૂ.700 કરોડનું રોકાણ કરવા સજ્જ છે. આ સાથે કંપની ઉપકરણોની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વધારીને 65 લાખ યુનિટ્સ કરવાનો લક્ષ્ય ધરાવે છે. આ ફોકસ માત્ર ક્ષમતા ઉમેરવા માટે જ નહીં પણ નવી ટેકનોલોજી દાખલ કરવા અને બેકવર્ડ ઇન્ટીગ્રેશન કરવા માટે પણ છે. આ જાહેરાત સાથે ક્ષમતા અને ટેકનોલોજી વિસ્તરણમાં ગોદરેજ એપ્લાયન્સિસનું રોકાણ છ વર્ષમાં વધીને રૂ.1100 કરોડ થયું છે.
વોશિંગ મશીન કેટેગરીમાં મળેલા અભૂતપુર્વ પ્રતિસાદને પગલે ગોદરેજ એપ્લાયન્સિસ તેની શિરવાલ અને મોહાલી પ્લાન્ટ ખાતે અનુક્રમે ફુલ્લી ઓટોમેટિક ટોપ લોડ વોશિંગ મશીન અને સેમી-ઓટોમેટિક વોશિંગ મશીન્સની વર્તમાન ક્ષમતા બમણી કરવાની યોજના ધરાવે છે.
બ્રાન્ડ પ્રતિ વર્ષ ચાર લાખની ક્ષમતા સાથે ફુલ્લી ઓટોમેટિક ફ્રન્ટ લોડ વોશિંગ મશીન્સ માટે નવી પ્રોડક્ટ લાઇન દાખલ કરવાની યોજના ધરાવે છે. રેફ્રીજરેટર કેટેગરી માટે બ્રાન્ડ તેની પ્રીમિયમ રેન્જ અને માસ રેન્જમાં ઉત્પાદન ક્ષમતામાં 33 ટકા વધારો કરવાની યોજના ધરાવે છે.
આ રોકાણનો હેતુ ઊર્જા પ્રોડક્ટ અને પ્રોસેસમાં નવી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કાર્યક્ષમ ચેસ્ટ ફ્રીજર્સ અને 30 લાખ યુનિટ કોમ્પ્રેસર્સના ઉત્પાદનનો પણ છે. રોકાણનો થોડો ભાગ શિરવાલ ફેક્ટરી ખાતે એર કન્ડીશનર્સના બેકવર્ડ ઇન્ટીગ્રેશન માટે કરવામાં આવશે.
બંને ઉત્પાદન એકમો માટે ક્ષમતા વિસ્તરણ યોજના ગોદરેજ એપ્લાયન્સિસના એકંદર બિઝનેસ વ્યૂહને પુરક છે. બ્રાન્ડે વર્તમાન પ્રીમિયમાઇઝેશન ફોકસ વધારવા વ્યૂહાત્મક પગલા લેવાનો નિર્ણય લીધો છે. રોકાણ અંગે ટિપ્પણી કરતા ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને ઇવીપી કમલ નંદીએ જણાવ્યું હતું કે, “અમે હંમેશા ઇનોવેશન અને ગ્રાહક સંતોષના મોરચે અગ્રેસર રહ્યા છે.
ઉદ્યોગમાં નરમાઇ હોવા છતાં અમે ભૂતકાળમાં સારો વૃધ્ધિ દર નોંધાવ્યો છે અને અમે એ દિશામાં કામ કરવાનું ચાલુ રાખીશું. આ રોકાણ ગોદરેજ એપ્લાયન્સિસની ક્ષમતા વધારે છે અને મેક ઇન ઇન્ડિયાની દિશામાં કામ કરવાની સાથે સાથે ગ્રાહકોને અપવાદરૂપ પ્રોડક્ટ્સ આપવાની અમારી પ્રતિબધ્ધતા દર્શાવે છે. આ વિસ્તરણ દ્વારા અમે ઉત્પાદન નિપુણતાની મજબૂતીના જોરે બ્રાન્ડ ગોદરેજને નવી ઊંચાઇઓ પર લઇ જવાનો ધ્યેય રાખીએ છીએ. સૂચિત વિસ્તરણ પુરું થાય પછી અમે ભારતીય ગ્રાહકોની પ્રીમિયમ પ્રોડક્ટ્સની વધતી જતી માગને પહોંચી વળીશું.”
ગ્રીન મેન્યુફેક્ચરિંગ એ ગોદરેજ એપ્લાયન્સિસની મજબૂતાઇ છે, જે તેની નફાકારકતા વધારવામાં મદદ કરે છે એટલું જ નહીં પણ બ્રાન્જ ઇમેજ ઊભી કરવામાં પણ મદદરૂપ છે.
શિરવાલ અને મોહાલી ખાતેના ઉત્પાદન એકમો પોતપોતાના ક્ષેત્રોમાં માપદંડ ગણવામાં આવે છે અને સીઆઇઆઇ ગ્રીન બિઝનેસ કાઉન્સિલ દ્વારા પ્લેટિનમ ગ્રીન કંપની તરીકે રેટિંગ મળ્યું છે. આ વર્ષના પ્રારંભમાં ગોદરેજ મોહાલી પ્લાન્ટને ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) દ્વારા ગોદરેજ મોહાલી પ્લાન્ટને ગ્રીન ફેક્ટરી પ્લેટિનમ સર્ટિફિકેટ પણ મળ્યું હતું. બંને ફેક્ટરીઓએ કામગીરીમાં ઉત્કૃષ્ટતા માટે TPM નો અમલ કર્યો છે અને ઉત્કૃષ્ટતા તથા સાતત્યતા માટે એવોર્ડ્સ મેળવેલા છે.