ખેડા જિલ્લા કોંગ્રેસે દારૂ – જુગાર બંધ કરાવવા કલેકટરને આવેદનપત્ર આપ્યું
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિએ પોલીસની રહેમ નજર હેઠળ ચાલતી દારૂ – જુગારની ગુન્હાહિત પ્રવૃત્તિઓ મામલે કલેકટરને આવેદનપત્ર આપી બંધ કરવા રજૂઆત કરી છે. ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ચંદ્રશેખરસિંહ ડાભી તથા નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હાર્દિક ભટ્ટ તેમજ અન્ય કોંગ્રેસના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલ આવેદન પત્ર કલેકટરને આપ્યું હતુંઆ આવેદનપત્રમાં જણાવાયું છે કે,તાજેતરમાં નડિયાદ તાલુકાના ટુંડેલ ગામમાં હરખા તળાવ પાસે બંધ પડેલ પોલ્ટ્રી ફાર્મમાં ખૂબ જ મોટાપાયે દારુનું કટિંગ કૌભાંડ ઝડપાયું હતું.
પોલીસને અહીયા બહુ મોટી સફળતા મળી હતી. પરંતુ અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં બુટલેગરોને પોલીસ ખાતું છાવરતું હોઇ હોવાના આક્ષેપ આવેદન પત્ર માં કર્યા છે વધુ માં જણાવ્યું છે કે કોંગ્રેસે આ બાબતે આવેદન પત્ર આપવાનું જાહેર કરતા પોલીસે બુટલેગર ને પકડી પાડયા ..જે પોલીસ ખાતાની બુટલેગરો સાથેની સાંઠ – ગાંઠ ખુલ્લી પાડે છે વધુ માં એવો પણ આક્ષેપ કર્યો છે કે ખેડા જિલ્લા પોલીસની બુટલેગરો સાથેની સાંઠ – ગાંઠના લીધે દારૂ – જુગાર જેવી અસામાજિક અને ગુન્હાહિત પ્રવૃત્તિઓને ડામવામાં, ખેડા જિલ્લા પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે.
આવેદન પત્ર માં એવી માગણી કરી છે કે બુટલેગરને છાવરવામાં જે કોઇ પોલીસ અધિકારી સંડોવાયેલા હોય તેમની સામે ખાતાકીય રાહે શિસ્તભંગના પગલાં ભરવા અને સાથોસાથ પોલીસની રહેમ નજર હેઠળ ચાલતી આ અને આવી અનેક અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવી.. આવેદન માં એવી ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં નડિયાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં જ્યાં જ્યાં દારૂ – જુગારના અડ્ડાઓ ચાલે છે ત્યાં – ત્યાં જિલ્લા મહિલા કોંગ્રેસ, યુવક કોંગ્રેસ અને દ્ગજીેંૈં તથા સેવાદળ તથા કોંગ્રેસ પક્ષના વિવિધ સંગઠનોને સાથે રાખીને જનતા રેડ પાડવામાં આવશે અને ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર છે તે વાત સમગ્ર દેશમાં ખુલ્લી પાડવામાં આવશે.