ચેટીચાંદના પર્વની જાહેર રજાની માંગણી અંગે સિંધી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર
(પ્રતિનિધિ) ગોધરા, આગામી ૨૩મી તારીખે સિંધી સમાજના ચેટીચાંદની પર્વેની ઉજવણી થનારી છે જે ઉજવણી દરમ્યાન જાહેર રજાની જાહેરાત નહીં કરતા ભારતીય સિંધુ સભા અને ગોધરા સિંધી સમાજના આગેવાનોએ પંચમહાલ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય મા બે લાખ સિંધી સમાજ લોકો વસતા હોયતો ત્યારે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ એ નવા વર્ષથી તરીકે ઉજવતા હોય છે જેને લઈને તારીખ ૨૩મી તારીખના રોજ જાહેર રજા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
આગામી ૨૩મી તારીખ સિંધી સમાજનો મહાપર્વ ચેટીચાંદના તહેવારની ઉજવણી થનારી છે વિતેલ વર્ષમાં ગુડી પડવાની અને ચેટીચાંદની ઉજવણી એક જ દિવસે થતી હોઈ બંને તહેવારોની રજા એક સાથે જ મળતી હતી. પરંતુ આ વર્ષે ૨૨મી માર્ચે ગુડી પડવાની ઉજવણી થનારી છે અને ૨૩મી તારીખે ચેટીચાંદ ના પર્વની ઉજવણી થનારી છે અને આ વર્ષે ૨૨મી માર્ચે જાહેર રજા આપવામાં આવી છે અને ૨૩મી માર્ચે રજા જાહેર કરાઈ નથી. જેને લઈ ભારતીય સિંધુ સભા અને ગોધરા સિંધી સમાજના આગેવાનો દ્રારા પંચમહાલ જિલ્લા કલેકટરને ચેટીચાંદ ના તહેવારની ઉજવણી પ્રસંગે રજા આપવામા આવે તેવી માંગ સાથે રજુઆત કરી હતી.