અરવલ્લી જિલ્લામાં સંવિધાન દિવસના સંદર્ભે PM મોદીના લાઈવ પ્રસારણના કાર્યક્રમો યોજાયા
મોડાસા: આજરોજ અરવલ્લી જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં તમામ આઠ મંડલોમાં સંવિધાન દિવસના સંદર્ભે પી.એમ.મોદીના સંસદના બન્ને ગૃહોના સંયુક્ત પ્રવચનના લાઈવ પ્રસારણના કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લામાં મોડાસા,માલપુર,મેઘરજ, ભિલોડા,ધનસુરા,બાયડ એમ 6 તાલુકા મંડલો અને મોડાસા શહેર મંડલ અને બાયડ શહેર મંડલમાં ભાજપના જે તે મંડલના કાર્યકરો દ્વારા દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સીધા લાઈવ પ્રસારણને નિહાળવાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
જેમાં મોડાસામાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહામંત્રી શામળભાઇ પટેલ,એસ.એમ.ખાંટ અને બન્ને મંડલોના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મોડાસા તાલુકા મંડલ અને શહેર મંડલનો આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ સભ્ય કનુભાઈ પટેલ,ઉપપ્રમુખ જયેશભાઇ પટેલ,જિલ્લા મીડિયા ઇન્ચાર્જ પ્રભુદાસભાઈ પટેલ,મોડાસા પાલિકા પ્રમુખ સુભાષભાઈ શાહ
તથા તાલુકા ભાજપ પ્રમુખ ભીખુસિંહ એચ. પરમાર , મહામંત્રી રમેશભાઈ પટેલ, મહામંત્રી અંકિતભાઈ પટેલ,શહેર મહામંત્રી રણધીર ચૂડગર,દલિત મોરચા પ્રમુખ દિનેશભાઇ પરમાર, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ જલ્પાબેન ભાવસાર,પૂર્વ તાલુકા મહામંત્રી જયેશભાઇ રબારી, કૌશિક પટેલ (સાકરીયા) સહિત શહેર-તાલુકાના અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.