Western Times News

Gujarati News

લખનઉમાં યોગી સરકાર બનાવશે ટેક્સટાઈલ પાર્કઃ ૧૫ જિલ્લાના એકમો સામેલ થશે

લખનૌ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ (Uttar Pradesh Lucknow) નજીક મલિહાબાદ તાલુકાના અટારી ગામમાં ૧,૧૬૧ એકર જમીનમાં ટૂંક સમયમાં એક મેગા ટેક્સટાઈલ પાર્ક (Mega Textile Park) બનાવવામાં આવશે. આ પાર્કમાં લખનઉના ચિકનકારી અને જરદોસી એકમો, હરદોઈ અને બારાબંકીના હેન્ડલૂમ્સ, સીતાપુરના કાર્પેટ, આઝમગઢ, ગોરખપુર અને રામપુર જિલ્લાની વિશેષ રચનાઓનો સમાવેશ કરવામાં આવશે.

લખનઉના ચિકનકારી અને જરદોસી વર્ક યુનિટ્‌સ ઉપરાંત હરદોઈ અને બારાબંકીના હેન્ડલૂમ યુનિટ્‌સ, સીતાપુર, આઝમગઢ, ગોરખપુર અને રામપુર જિલ્લાના કાર્પેટ યુનિટ્‌સ પણ પાર્કમાં સામેલ થશે. એક અધિકારીએ જણાવ્યુ કે, સંત કબીર પીએમ મિત્ર ટેક્સટાઈલ એન્ડ એપેરલ પાર્ક તરીકે ઓળખાતા, સરકાર તેને રાજ્યના ૧૫ જિલ્લાઓ માટે ટેક્સટાઈલ બિઝનેસ અને અન્ય પ્રવૃત્તિઓનુ હબ બનાવવાનુ લક્ષ્ય ધરાવે છે.

આ પાર્કને મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા સાથે સરળતાથી જાેડવામાં આવશે કારણ કે તે નેશનલ હાઈવે-૩૦ નજીક બનાવવામાં આવશે. તેની લખનઉમાં ચૌધરી ચરણ સિંહ એરપોર્ટની નિકટતા તેમજ લખનઉ-હરદોઈ હાઈવે સાથેની કનેક્ટિવિટીનો ફાયદો થશે.

આ પાર્કમાં લખનઉના ચિકનકારી અને ઝરી જરદોસી વર્ક યુનિટ્‌સ, હરદોઈ અને બારાબંકીના હેન્ડલૂમ યુનિટ્‌સ, સીતાપુરના કાર્પેટ, આઝમગઢ, ગોરખપુર અને રામપુર જિલ્લામાંથી વિશિષ્ટ રચનાઓ હશે. મઉ, વારાણસી અને ગૌતમ બુદ્ધ નગરના સિલ્ક, હેન્ડલૂમ અને ટેક્સટાઇલ ક્લસ્ટર પણ સંકુલમાં સ્થિત હશે તેમ અધિકારીએ જણાવ્યુ હતુ.

ઉત્તર પ્રદેશ સરકારે મેગા ટેક્સટાઇલ પાર્કમાં પાણીની ઉપલબ્ધતા અને ઘન કચરાના વ્યવસ્થાપન માટેનુ મૂલ્યાંકન પહેલેથી જ પૂર્ણ કરી લીધુ છે. તેમણે કહ્યુ કે આ પ્રદેશમાં પૂરતા પ્રમાણમાં જળ સંસાધનો છે અને મોહન રોડ નજીક શિવરી ગામમાં વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ આવેલો છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.