Western Times News

Gujarati News

દેશમાં છેલ્લા ચોવિસ કલાકમાં કોરોનાના ૬૯૯ કેસ નોંધાયા

નવી દિલ્હી,  દેશમાં ફરી કોરોના મહામારીએ માથું ઉંચકયું છે. દેશમાં કોરોનાના કેસોમાં દૈનિક વધારો નોંધાઈ રહ્યો છે. પહેલા દેશમાં કોરોના ધીમે ધીમે ખતમ થઇ રહ્યો હતો પરંતુ હવામાનમાં આવેલા બદલાવ વચ્ચે હવે ફરી વખત કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૬ અઠવાડિયાથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા સમયથી દેશમાં ૫૦૦થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.

જાેકે ગઈકાલની સરખામણીએ આજે કોરોનાના નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના લગભગ ૭૦૦ નવા કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના અપડેટના કેસમાં ઝડપથી વધારો જાેવા મળી રહ્યો છે. જાે કે ગઈકાલની સરખામણીએ આજે દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો નોંધાયો હતો. આજે દેશમાં કોરોનાના ૬૯૯ નવા કેસ નોંધાયા છે.

આ દરમિયાન કોરોના સંક્રમણને કારણે ૨ લોકોના મૃત્યુ થયા છે. ગઈકાલે દેશમાં કોરોનાના ૯૧૮ નવા કેસ નોંધાયા હતા, જ્યારે ૪ લોકોના મોત થયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીમાં આજે દેશમાં કોરોનાના ૨૧૯ ઓછા નવા કેસ નોંધાયા છે.આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૪ કરોડને વટાવી છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૪ કરોડથી વધારે છે. તે જ સમયે, દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે કુલ ૫,૩૦,૮૦૮ લોકોના મોત થયા છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.