આધાર સાથે પાન કાર્ડ લિન્ક કરવાની મુદત વધારવા કોંગ્રેસના સાંસદનો મોદી પત્ર
નવી દિલ્હી, આધાર અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ છે. જાે કોઈ વ્યક્તિ આ સમય મર્યાદામાં તેના પાન કાર્ડ અને આધારને લિંક નહીં કરે તો તેનું પાન કાર્ડ ડેએક્ટીવેટ થઈ જશે. આ માટે દંડની જાેગવાઈ પણ છે. મળતી માહિતી પ્રમાણે સરકાર લિંક કરવાની સમયમર્યાદા વધારી શકે છે. કારણ કે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સમયમર્યાદા વધારવાની માંગ કરી છે.
અધીર રંજન ચૌધરીએ સમયમર્યાદા વધુ ૬ મહિના લંબાવવા વિનંતી કરી હતી. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ પીએમ મોદીને પત્ર લખીને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા આગામી ૬ મહિના સુધી વધારવાની વિનંતી કરી છે. તેમણે પીએમને આ પ્રક્રિયા વિનામૂલ્યે કરવાની વિનંતી કરી છે. કોંગ્રેસના સાંસદ અને પૂર્વ વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીએ પીએમ મોદીને પત્ર લખીને કહ્યું કે હું તમને વ્યક્તિગત અપીલ કરું છું કે મહેસૂલ વિભાગ, નાણાં મંત્રાલયે આધાર કાર્ડને ઓનલાઈન પાન કાર્ડ સાથે લિંક કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેની છેલ્લી તારીખ ૩૧ માર્ચ ૨૦૨૩ નિશ્ચિત કરવામાં આવી છે અને ૧૦૦૦ રૂપિયાનો દંડ પણ નક્કી કરવામાં આવ્યો છે.
દેશના અંતરિયાળ વિસ્તારમાં હજી પણ ઈન્ટરનેટની સુવિધા નથી અથવા ખૂબ જ ઓછી ઉપલબ્ધ છે. દલાલો આ આફતને અવસરમાં બદલવા પૈસા વસૂલી નિર્દોષ ગ્રામજનો પાસેથી ફી કહીને પૈસા પડાવવાનું શરૂ કરી દીધું છે, આ દુઃખદ છે. આ સંદર્ભે હું તમને ભારપૂર્વક વિનંતી કરું છું કે, તમે વધુ છ મહિનાનો સમય નાણાં મંત્રાલય, મહેસૂલ વિભાગને તમામ સ્થાનિક અને સબ પોસ્ટ ઓફિસોને સશક્ત કરવા માટે આપો જેથી લોકોને તેમના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં મદદ કરી શકાય. SS2.PG