વિરાટે ટેસ્ટ અને વન-ડે પર ધ્યાન આપવું જાેઈએઃ શોએબ અખ્તર
નવી દિલ્હી, પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અંગે બોલ્ડ નિવેદન આપ્યું છે. અખ્તરનું માનવું છે કે, વિરાટ કોહલીએ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર બે ફોર્મેટ પર જ ધ્યાન આપવું જાેઈએ. આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨ પછી વિરાટ કોહલીએ એકપણ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચ રમી નથી. તે વન-ડે અને ટેસ્ટ સિરીઝ જ રમી રહ્યો છે પરંતુ ટી૨૦ ઇન્ટરનેશનલ સ્કોવોડમાં તેની પસંદગી કરવામાં નથી આવી. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં પૂરી થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ મેચમાં ૧૮૬ રનની યાદગાર ઇનિંગ રમી હતી ત્યારે હવે અખ્તરે આ બાબતે કહ્યું કે, ‘જાે તમે મને ક્રિકેટર તરીકે પૂછો તો મને લાગે છે કે વિરાટ કોહલીએ માત્ર ટેસ્ટ અને વનડે ફોર્મેટ પર ધ્યાન આપવું જાેઈએ. ટી૨૦ વધુ એનર્જી નિકાળી લઈ લે છે. તે ખૂબ જ એક્સાઇટેડ કેરેક્ટર છે, જ્યારે તે મેદાનમાં ઉતરે છે ત્યારે તે સારું પ્રદર્શન કરવા માંગે છે. તે ટી૨૦ ઈન્ટરનેશનલમાં પણ સારો સમય પસાર કરવા ઈચ્છે છે.
અખ્તરે આગળ કહ્યું, ‘વિરાટ કોહલીને ટી૨૦ ક્રિકેટ ગમે છે પરંતુ કેટલાક પ્રસંગો એવા હોય છે જ્યારે તમારે તમારા શરીર વિશે વિચારવું પડે છે. હવે તેની ઉંમર કેટલી છે ? ૩૪ વર્ષની ઉંમરે, તે ઓછામાં ઓછા ૬થી ૮ વર્ષ સુધી રમી શકે છે. જાે તે ૩૦થી વધુમાં વધુ ૫૦ ટેસ્ટ રમી શકે છે. જાે આમ થશે તો આ ફોર્મેટમાં તે વધુ ૨૫ સદી ફટકારી શકે છે.
અખ્તરે કહ્યું કે,” તે પોતાની મેંન્ટલ હેલ્થને કેવી રીતે જાેવે છે તે જાેવુ પણ મહત્વનું છે. વિરાટ પંજાબી છે, તેનો ફ્રેમ ઓફ માઇન્ડ પણ સરસ છે,તે પોતાની ફિટનેસ પર પણ ધ્યાન આપી રહ્યો છે.” અખ્તરે કહ્યું કે મારા મતે વિરાટ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૦૦ સદીનો નવો કીર્તિમાન સ્થાપી શકે છે. સચિન બાદ કોહલી જ છે જે આ રેકોર્ડ તોડી શકે છે અને મારા મતે કોહલી શતકના શતકવીરનો એક ડિસર્વિંગ ખેલાડી પણ છે. SS2.PG