રાજ્ય પોલીસ ખાતામાં ૮૦૦૦ જગ્યાઓ પર ભરતી કરાશે
અમદાવાદ, ગુજરાતના યુવાનો જે સરકારી નોકરીની તૈયારી કરે છે એમાં પણ ખાસ કરીને પોલીસ ખાતામાં નોકરી મેળવા ઈચ્છે છે તેમના માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી ૮ હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.
હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રીએ નવી પોલીસ ભરતી બાબતે મોટી જાણકારી આપી હતી. તેમણે ગૃહમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે નવી ૮ હજાર જગ્યા પર ભરતી કરવામાં આવશે. જેની પ્રેક્ટીકલ પરીક્ષાનું આયોજન ઉનાળો પૂર્ણ થયા બાદ કરવામાં આવશે. SS2.PG