કોઈ અજાણી વ્યક્તિ ફોન કરી એપ ડાઉનલોડ કરવાનું કહે તો ચેતી જજો
ક્રેડીટ કાર્ડના રીવોર્ડ પોઈન્ટના બહાનેે યુવક સાથે રૂા.૭૮ હજારની ઠગાઈ-પોલીસે છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા
(એજન્સી) અમદાવાદ, એક્સિસ બેંકના ક્રેેડીટ કાર્ડના રીવોર્ડ પોઈન્ટ રૂપિયામાં કન્વર્ટ કરવાના બહાને ગઠીયાએ યુવકને એપ્લીકેશન ડાઉનલોડ કરવાાવી ૭૮ હજાર રૂપિયા પડાવી લીધા હતા.
શાંતિપુરા સર્કલ નજીક એપલવુડ સુરેલમાં રહેતા કરણ ઓડેદરાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. કરણ સિંધુ ભવન ખાતે જમીન લે-વેચની ઓફિસમાં કામ કરે છે. થોડા દ્યિવસ પહેલાં અજાણ્યા નંબર પરથી કરણ પર ફોન આવ્યો હતો કે હું એક્સિસ બેંક ક્રેડીટ ડીપાર્ટમેન્ટમાંથી બોલું છુ. તમારા ક્રેડીટ કાર્ડમાં પોઈન્ટ જમા થયા છેે તે તમે રૂપિયામાં કન્વર્ટ કરી નાંખશો તો સારૂ થશે. જેથી કરણે હા પાડી દીધી હતી.
ગઠીયાએ કરણને એક એપ્લીકેશન ડાઉનલોડ કરાવી અને જેમાં તમામ વિગત ભરવા માટે કહ્યુ હતુ. ગઠીયાના કહ્યા અનુસાર કરણે તમામ વિગતો આપી દીધી હતી. તેમજ ક્રેેડીટ કાર્ડના પાછળના ત્રણ આંકડા પણ આપી દીધા હતા. થોડી વારમાં કરણના ખાતામાંથી ટુકડે ટુકડેેે ૭૮ હજાર રૂપિયા ડેબિટ થઈ ગયા હતા.
જેથી કરણેેે ગઠીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે મોટાભાગના લોકો પેમેન્ટ કરવા માટે ડેબિટ અને ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરે છે. સીધી રીતે નહીં તો ક્યારેક યુપીઆઈ પેમેન્ટ અથવા ડાયરેક્ટ પેમેન્ટ માટેેે આપણે કાર્ડનો ઉપયોગ કરતા હોઈ છીએ. જેમ જેમ આ કાર્ડ યુઝ કરનારાની સંખ્યા વધી છે
તેમ તેમ આ ટ્રાન્ઝેકશનમાં છેતરપીંડીનું પ્રમાણ પણ વધી ગયુ છે. ક્રેડીટ કાર્ડ એસોસીએશને અથવા કાર્ડ ઈસ્યુ કરનારા બેંકે કાર્ડને જે નંબર આપ્યો હોય તે નંબર ક્રેડીટ કાર્ડથી પેમેન્ટ કરવા માટે ગ્રાહકેે આ નંબર મર્ચન્ટનેે આપવા પડે છે. જાે કે આ નબંર અન્ય કોઈ સાથે શેર કરવો જાેઈએ નહીં.
કાર્ડ પર આંકડા પ્રિન્ટ થયેલા હોય છે. સીવીવી તેનો અર્થ એ થાય છે કે કાર્ડ વેરિફિકેશન વેલ્યુ એવો થાય છે. કાર્ડ પર પ્રિન્ટ કરાયેલો આ ત્રણ આંકડાનો નંબર હોય છે. જે મોટાભાગના ઓનલાઈન ટ્રાન્જેકશન માટે ફરજીયાત આપવાનો હોય છે. આ વિગત પણ કોન્ફિડેન્શીયલ હોય છે. અને તે ક્યારેય કોઈનીય સાથેેે શેર ન કરવો જાેઈએ.