Western Times News

Gujarati News

વટવા GIDCમાંથી 5.12 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે પેડલર ઝડપાયો

પેડલર મુંબઈના ડ્રગ્સ માફિયા પાસેથી એમડીનો જથ્થો લઈને અમદાવાદ આવ્યોઃએસઓજીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

(એજન્સી) અમદાવાદ, શહેરમાં એમડી ડ્રગ્સનો વેપલો એટલી હદે વધી રહ્યો છે કે તેને રોકવા માટેે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે. ડ્રગ્સ મુક્ત શહેર કરવાનું પોલીસનું સપનું ધીમે ધીમે સાકાર થઈ રહ્યુ હોય તેવું લાગી રહ્યુ છે. અને નવા નવા ડ્રગ્સના જથ્થા પકડાતા જ રહે છે. Peddler nabbed with MD drugs worth 5.12 lakh from Vatwa GIDC

જેને કારણે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા પેડલરને પોલીસ ઝડપીને જેલ ભેગા કરી રહી છે. ગઈકાલે પણ સ્પેશ્યલ ઓપરેશન ગૃપ (એસઓજી)ની ટીમે વટવા જીઆઈડીસીમાંથી પ૧,ર૮૦ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથેેેે એક પેડલરની ધરપકડ કરી છે. બે દિવસ પહેલાં પેડલર ટ્રેન મારફતે મુંબઈ ગયો હતો. જ્યાં તેણે ડ્રગ્સ માફિયા પાસેથી એમડીનો જથ્થો ખરીદ્યો હતો.

એસઓજીને બાતમી મળી હતી કે વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સર્વિસ રોડ પર મહારાષ્ટ્ર પાસિંગના વાહન પર એક યુવક એમડી ડ્રગ્સનો જથ્થો લઈને જઈ રહ્યો છે.

બાતમીના આધારેે એસઓજીની ટીમ વટવા જીઆઈડીસી વા/ચમાં હતી ત્યારે એક યુવક મહારાષ્ટ્ર પાસિંગનું વાહન લઈને પસાર થયો હતો.

એસઓજીની ટીમે ે ઉપરોકંત વાહન ઉભુ રખાવ્યુ હતુ અને યુવકનું નામ પૂછયુ હતુ. યુવકનું નામ અજય યાદવ છે. અને તે વટવા જીઆઈડીસીમાંં આવેલા પેરેડાઈઝ પાર્કમાં રહે છે.

અજય યાદવની અંગ જડતી લેતા તેની પાસેથી વ્હાઈટ પાવડર મળી આવ્યો હતો. વ્હાઈટ પાવડર એમડી ડ્રગ્સ જ છે કે કેમ? પછી અન્ય કોઈ પદાર્થ છે તેની ચકાસણી કરાવવા માટે એફએસએલની મદદ લીધી હતી. એફએસએલની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને વહાઈટ પાવડરનું પરિક્ષણ કર્યુ હતુ.

વ્હાઈટ પાવડર એમડી ડ્રગ્સ હોવાનો રીપોર્ટ આપતાની સાથે જ એસઓજીની ટીમે અજયની ધરપકડ કરી લીધી હતી. અને તેને વડી કચેરીએ લાવવામાં આવ્યો હતો. એસઓજીની ટીમે અજયની આગવી સ્ટાઈલથી પૂછપરછ કરતા તેણેે જણાવ્યુ હતુ કે મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં રહેતા એક ડ્રગ્સ માફિયાએ તેને એમડી ડ્રગ્સ આપ્યુ હતુ.

એમડી ડ્રગ્સ આપનારનું નામ અજય પાસે ન હોવાથી એસઓજીની ટીમે તેનું નામ જાણવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. એસઓજીએ ક્રાઈમ બ્રાંચમાં અજય વિરૂધ્ધ ગુનો દાખલ કરીનેે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.