અમદાવાદના જાણીતા બિલ્ડર પર ITના દરોડા
બોપલ-આંબલી રોડ પરના ફલેટ સહિત બે-ત્રણ પ્રિમાઈસિસમાં સર્ચ
(એજન્સી)અમદાવાદ, ઈન્મકમટેક્ષ વિભાગ દ્વારા બેગ્લોરમાં હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનને પગલે અમદાવાદમાં જાણીતા બિલ્ડર પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ અધતન હોટલ ધરાવતા અને દ્વારકામાં રીસોટ ધરાવતા અગ્રણી ગ્રુપ પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.
દક્ષીણ ભારતમાં નેટવર્ક ધરાવતા આ ગ્રુપના બોપલ-આંબલી રોડ પર આવેલા ફલેટમાં તપાસ હાથ ધરાઈ રહી હોવાનું જાણવા મળે છે.ચાલુ નાણાંકીય વર્ષ પુરુ થવા આડે ગણતરીના દિવસો બાકી રહયા છે. ત્યારે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા શહેરના જાણીતા બિલ્ડર અને હોટલ તેમજ રીસોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યવસાયથી પર પાડવામાં આવેલા દરોડાને પગલે કરચોરોમાં ફફડાટ ફેલાયો છે.
સુત્રોના જણાવ્યાઅનુસાર આઈ.ટી. વિભાગ દ્વારા બેગ્લોર, ચેન્નાઈ સહીત સ્થળે હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનનો રેલો ગુજરાત સુધી પહોચ્યો છે. શહેરના જાણીતા બિલ્ડરના બોપલ-આંબલી રોડ પર આવેલા ફલેટ, ઓફીસ, જાણીતી હોટલ સહીતની પ્રિમાઈસીસ પર આવકવેરા વિભાગના અધિકારીઓ ત્રાટકયા હતા.
શહેરના જાણીતા બિલ્ડરની અન્ય એક-બે પ્રિમાઈસીસ પર પણ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. હાલ તમામ પ્રિમાઈસીસ પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. અને આઈ.ટી.વિભાગે મોટાભાગે હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં કરોડોની કરચોરી પકડાય તેવી શકયતા છે.