ઓનલાઈન ગેમ રમતાં હોવ તો ચેતી જજોઃ 30 ટકા TDS ચૂકવવો પડશે
(એજન્સી) નવીદિલ્હી, ચાલુ નાણાકીય વર્ષનો છેલ્લો મહીનો ચાલી રહયો છે. અને વર્ષ પુરું થવામાં ૧૦ દિવસ બાકી છે. કંપનીઓ માટેતો માર્ચ મહીનો મહત્વનો હોય જ છે. પણ નાણાકીય બાબતો અંગેનાં નિયમો એપ્રિલથી અમલી બનતાં હોવાથી સામાન્ય લોકોએ પણ માર્ચ એન્ડીગ ધ્યાનમાં રાખવાનું હોય છે.
એટલે જાે કોઈ મહત્વનાંકામ બાકી હોય તો પુરાં કરી લેવા હિતાવહ છે. નહીતર મુશ્કેલીીનો સામનો કરવો પડી શકે છે. આ વર્ષે પણ એપ્રિલ મહીનાથી અમલી બની રહેલાં કેટલાંક મહત્વનાં નિર્ણયો પર નજર કરીએ.
1 લી એપ્રિલથી નાણાંકીય બાબતોમાં આવી રહેલા ફેરફારો વિષે જાણો
પાન-આધાર લિન્ક કરવું ફરજીયાતઃ જાે તમે પાન કાર્ડને હજુ સુધી આધાર સાથે લીન્ક ન કરાવ્યું હોય તો ફટાફટ કરાવી લેજાે કારણ કે ૩૧ માર્ચ નજીક આવી રહી છે. હાલમાં પાન-આધાર કાર્ડ લીંક કરવા માટે રૂા.૧,૦૦૦નો ચાજ લેવામાં આવે છે. જાે આમ નહી કરવામાં આવે તો ૧ એપ્રિલ ર૦ર૩થી પાન કાર્ડ નિષ્ક્રીય થઈ જશે અને તમારા જરૂરી કામ અટકી જશે.
સીબીડીટીના પરીપત્ર પ્રમાણે પાનકાર્ડ નિષ્ક્રીય થઈ ગયા પછી તેમણે આઅઈટીરીટર્ન નહી ભરી શકો પેન્ડીગ રીટનનું પ્રોસેસીગ નહી થાય, પેન્ડીગ રીફન્ડ ઈશ્યું નહી થાય અને ઉંચા દરે ટેક્ષ કપાશે.
મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં નોમીનેશનનાં નિયમોઃ એપ્રીલથી મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં નોમીનેશન કરાવી લેવું જાેઈએ અઅને જાે ન કરાવવું હોય તો તેનો વિકલ્પ અપનાવવો જાેઈએ. દરેક ફોલીયો માટે આ નિયમ લાગુ પડશે. જે ફોલીયોમાં આમ નહી કરવામાં આવે તે સ્થગીત કરી દેવામાં આવશે.
એટલે કે તમે આ ફોલીયોમાં નવું રોકાણ નહી કરી શકો. તમારી એસઆઈપી ચાલુ નહી રહે. જાે રોકાણ જાેઈન્ટ નામે હોય અથવા તો આઈધર ઓર સર્વાઈર મોડમાં હોય તો પણ નોમીનેશન માટે ઓફલાઈન રૂટ અપનાવો પડશે. સેબીએ તમામ એેસેટ મેનેજમેન્ટ કંપનીઓને આ અંગેની જાણ કરી છે.
ઓનલાઈન ગેમિગ પર ટેક્ષઃ ઓનલાઈન ગેમ રમનારા લોકોને વધુ ટેક્ષ ભરવા તૈયાર રહેવું પડશે. નવા નાણાંકીય વર્ષના ઓનલાઈન ગેમમાં પૈસા જીતશો તો તેના પર ભારે ટેક્ષ ચુકવવાો પડશે. આવકવેરા કાયદાની નવીી કલમ ૧૧પ બીબીજે હેઠળ આવી જીત પર ૩૦% ટીડીએસ વસુલવામાં આવશે.
એનપીએસના ગ્રાહકોએ દસ્તાવેજાે અપલોડ કરવા પડશેઃપેન્શન ફન્ડ રેગ્યુુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી એ જણાવ્યું છેકે એનપીએસમાં એકિઝટ કર્યા બાદ એઅન્યુઈટી ઝડપથી મળે તે માટે કેટલાંક દસ્તાવેજાેને અપલોડ કરવા ફરજીયાત છે. જેમાં એનપીએસ એકિઝટ વિથડ્રોલ ફોર્મ, આઈડેન્ટીથી અને એડ્રેસ પ્રુફ બેક એકાઉન્ટ પ્રુફ અને પીઆરએએન પર્મેન્ટ રીટાયરમેન્ટ એકાઉન્ટ નંબર કાર્ડની કોપીનો સમાવેશ થાય છે.
સોનાની જવેલરીનાં વેચાણનાં નિયમઃ ગ્રાહક મંત્રાલય જવેલરીનાં નિયમો બદલી રહયું છે, જે અંતર્ગત ૧ એપ્રિલથી ચાર અંકોનાંહોલમાર્ક યુનીક આઈડેન્ટિફીકેશન વાળી જવેલરીનું વેચાણ નહી થઈ શકે. ૧એપ્રિલથી માત્ર છ ડીજીટ ધરાવતી હોલમાર્ક જવેલરી જ વેચી શકાશે.