સિમકાર્ડ લેવા ગ્રાહકોએ રૂબરૂમાં KYC પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નહીં રહે
Viએ મોબાઈલ ઉદ્યોગમાં સૌપ્રથમ વખત “સેલ્ફ-કેવાયસી” લોંચ કરીને ગ્રાહક ઓનબોર્ડિંગ સુવિધાજનક બનાવ્યું
સેલ્ફ કેવાયસી પ્રક્રિયા તદ્દન સરળ, સુવિધાજનક, ઝડપી અને સલામત છે. તેના દ્વારા કોઇપણ સમયે – કોઇપણ સ્થળેથી સિમ એક્ટિવેશન થઈ શકશે.
કોલકાતા તથા કર્ણાટકમાં પોસ્ટપેઈડ સેલ્ફ કેવાયસી (એસ-કેવાયસી) સેવાનો પ્રારંભ. Vi દ્વારા ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં આ સેવા તબક્કાવાર શરૂ કરવામાં આવશે
Vi દ્વારા મોબાઇલ ક્ષેત્રમાં સૌપ્રથમ વખત સેલ્ફ-કેવાયસી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવતાં હવે નવા મોબાઇલ કનેક્શન મેળવવાનું તદ્દન સરળ, સુવિધાજનક, ઝડપી અને સલામત બનશે. હવે નવું પ્રિપેઇડ અથવા પોસ્ટપેઇડ સિમકાર્ડ મેળવવા માગતા ગ્રાહકોએ રિટેલ સ્ટોરની મુલાકાત લેવાની અને રૂબરૂમાં કેવાયસી પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નહીં રહે.
Vi makes customer onboarding convenient with industry-first
‘Self-KYC’ launch
ગ્રાહકોની સુવિધાને પ્રાથમિકતા આપવાના અભિગમને ધ્યાનમાં રાખીને Vi ની આ સેલ્ફ-કેવાયસી સિસ્ટમ ટેલિકોમ વિભાગ (ડીઓટી)ની માર્ગદર્શિકા અનુસાર છે અને તેને કારણે ગ્રાહકો ઘરે બેઠા સિમકાર્ડ મેળવવાના વધારાના લાભ સહિત કોઇપણ સમયે – કોઇપણ સ્થળેથી નવું કનેક્શન મેળવી શકે છે.
હાલ Viની સેલ્ફ-કેવાયસી સેવા કોલકાતા તથા કર્ણાટક સર્વિસ ક્ષેત્રોના તમામ પોસ્ટપેઇડ ગ્રાહકો માટે શરૂ કરી દેવામાં આવી છે. સિમકાર્ડ ખરીદવાની પ્રક્રિયાને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ સેવા સમગ્ર ભારતમાં પ્રિપેઇડ તેમજ પોસ્ટપેઇડ બંને પ્રકારના ગ્રાહકો માટે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
Vi ના ગ્રાહકો ઘરે બેઠા જ સેલ્ફ કેવાયસી કરી શકશે, નવું સિમ ઑનલાઇન મગાવી શકશે, પોતાનો ઈચ્છિત પ્લાન પસંદ કરી શકશે તથા સિમકાર્ડ ઘરે બેઠા મેળવવા માટે સેલ્ફ-કેવાયસી કરી શકશે. આ એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ વેરિફિકેશનનો આશય પ્રક્રિયાને સરળ, સુવિધાજનક, ઝડપી તથા સલામત બનાવવાનો છે.
Vi સિમ મેળવવાની આ ઝડપી અને સરળ પ્રક્રિયાનો લાભ લેવા માટે ગ્રાહકોને નિમંત્રણ આપતા વોડાફોન આઈડિયા લિમિટેડના સીઓઓ અભિજિત કિશોરે કહ્યું કે, “અમે હંમેશાં નવી પ્રોડક્ટ્સ તથા ઑફર દ્વારા અમારા ગ્રાહકોને Vi તરફથી કંઈક વિશે આપવા એક ડગલું આગળ વધીને મદદરૂપ થઈએ છીએ.
અમારી આ સેલ્ફ-કેવાયસી સુવિધા પણ Vi દ્વારા કરવામાં આવેલી કેટલીક પહેલ પૈકી એક છે, જેનાથી સરળતા અને સુવિધા વધશે તથા અમારા માનવંતા ગ્રાહકોનું જીવન વધુ સુવિધાજનક બનશે. મને વિશ્વાસ છે કે અમારા આ નવીન પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોને તેમની જરૂરી કેવાયસી પ્રક્રિયા પૂરી કરવામાં નોંધપાત્ર સરળતા રહેશે.
કોલકાતા તથા કર્ણાટકના પોસ્ટપેઇડ ગ્રાહકો માટે આ સેવા શરૂ કરવા સાથે અમે ટૂંક સમયમાં જ સમગ્ર દેશમાં Vi સેલ્ફ-કેવાયસી સુવિધા શરૂ કરવા જઈ રહ્યા છીએ જેથી અમારા ગ્રાહકો પ્રિપેઇડ તેમજ પોસ્ટપેઇડ પ્લાનના ઉપયોગના શ્રેષ્ઠ લાભ મેળવી શકશે.”
ગ્રાહકો નીચે જણાવેલા સરળ પગલાં દ્વારા સેલ્ફ કેવાયસીની પ્રક્રિયા પૂરી કરી શકે છેઃ
o Vi વેબસાઇટની મુલાકાત લો અને ઈચ્છિત પ્લાન પસંદ કરો.
o પસંદગીનો નંબર પસંદ કરો અને વૈકલ્પિક નંબર ઉપર ઓટીપી ઑથેન્ટિકેશન દ્વારા ઓર્ડર કરો.
o સેલ્ફ-કેવાયસીના સરળ પગલાંને અનુસરો, જેમાં UIDAI સાઇટ ઉપર આધાર ઑથેન્ટિકેશનનો સમાવેશ થાય છે.
o ત્યારબાદ ગ્રાહકે લાઇવ ફોટો તેમજ મહત્તમ 10 સેકન્ડનો લાઇવ વીડિયો લેવાનો રહેશે.
o એક વખત ઓર્ડર કરી દીધા પછી તથા ડિજિટલ વેરિફિકેશન પૂર્ણ થયા પછી ઓટીપી દ્વારા ઑથેન્ટિકેશન થયા બાદ ગ્રાહકને ઘરે બેઠે સિમકાર્ડ મળશે.
વધુ વિગતો માટે અહીં ક્લિક કરોઃ- https://www.myvi.in/new-connection/self-kyc-buy-new-4g-sim-card-online