જંગલને ખતમ કરતા લાન્ટાના કૃષિ ઉત્પાદન વધારે છે
નવી દિલ્હી, જંગલ અને ખેતરોમાં અભાગણી નામનો છોડ જાેવા મળે છે. અભાગણી લાન્ટાના કેમેરા નામથી પણ ઓળખાય છે. અભાગણીનાં નામ મુજબ જ ગુણ છે. અભાગણીનો કોઇ ખાસ ઉપયોગ નથી. અભાગણી તૃણાહારી પ્રાણીઓ પણ ખાતા નથી.
અભાગણીનાં છોડનાં પાન ઝેરી હોય છે. કોઇ પણ જગ્યાએ ઉગી નિકળે છે. અભાગણીનાં છોડને લઇ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં લાઇફ સાયન્સ વિભાગનાં છાત્રોએ સંશોધન કર્યું છે. આ સંશોધન ચેન્નઇમાં રજુ કરતા પ્રથમ ક્રમ આવ્યો છે.
અભાગણીનો રસમાં ગૌમુત્ર વગેરે ભેળવી પાકમાં છંટકાવ કરતા સારુ પરિણામ મળે છે. દવા વગેરેનાં ખર્ચમાં ઘટાડો થશે. પ્રોફેસર રાજેશ રવૈયાએ જણાવ્યું હતું કે, લાન્ટાના કેમેરા નામની ઓળખાતા છોડનાં પાનનો રસ કાઢવામાં આવ્યો હતો.
બાદ તેને ગૌમુત્ર સાથે મિશ્ર કરવામાં આવ્યો હતો. આ અર્કમાં પ્રમાણસર પાણી મિશ્રણ કરવામાં આવ્યું હતું. કપડાથી ગાળીને ધાણા અને સોયાબીનનાં પાકમાં છંટકાવ કરવામાં આવ્યો હતો. આ પ્રયોગમાં સફળતા મળી છે. ખેડૂતને દોઢ ગણું વધુ ઉત્પાદન મળ્યું છે.
અભાગણીનાં છોડનો ખેડૂતો પણ ઉપયોગ કરી શકે છે. તેનો રસ કાઢી ગૌમૂત્ર અને પાણી મિશ્ર કરીને તેનો છંટકાવ કરવો જાેઇએ. જમીનને કોઇ નુકસાન થતું નથી. પાક અને જમીનને ફાયદો થાય છે. અભાગણીના છોડના પાંદડાને પીસીને તેનો અર્ક કાઢવો.
જેમાં ૨૫ પાંદડાંનો રસ , ૩૫ દ્બઙ્મ ગૌમુત્ર અને થોડા પાણીનું મિશ્રણ કરી આ દ્રાવણ બનાવી શકાય છે. આ દ્રાવણને એક સારા કપડાંથી ગાળી લેવો બાદ તેનો ઉપયોગ કરવો. તેમજ તાજા રસથી વધુ ફાયદો થાય છે. હાલ સોયાબીન અને ધાણાનાં પાકમાં પ્રયોગ કરવામાં અવ્યો હતો.
આગામી દિવસોમાં શાકભાજીમાં પ્રયોગ કરવામાં આવશે. આ સંશોધનને ચેન્નઇનાં નેશનલ સેમિનારમાં રજુ કરવામાં આવ્યો હતો. આ સંશોધનને આ સેમિનારમાં સ્વીકૃતી મળી હતી અને પ્રથમ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.SS1MS