બીરભૂમમાં નદીના કિનારેથી સોનું મળ્યું
બીરભૂમ, મફતમાં સોનું મળી રહ્યું છે-આ વાત કોઈને પણ જાણવા મળે તો ગમે તે વ્યક્તિ હોય, પીળી ધાતુ મેળવવા તે દોટ મુકે જ. આ જ પ્રકારની ઘટના ઘટી બીરભૂમ જિલ્લામાં. બીરભૂમ જિલ્લાની બસલોઈ નદીમાંથી મળી આવ્યું છે સોનું! આ સમાચાર પછી પારકાંડી ગામના લોકો પોતાનું ભાગ્ય બદલવા નદીમાં સોનાની શોધમાં નીકળી પડ્યા.
સોનાની શોધમાં કેટલાક હાથ વડે નદીના કિનારાને ખોદતા દેખાય છે તો કેટલાક કુહાડીથી ખોદી રહ્યાં છે. જણાવી દઈએ કે બીરભૂમ જિલ્લાના મુરારઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ દ્રશ્ય જાેઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
બાળકોથી લઈને વૃદ્ધો સુધી, મહિલાઓથી લઈને પુરૂષો સુધી, બધા જ તેમના પરિવારજનો સાથે આ નદીમાં સોનાની શોધમાં રાત-દિવસ એક કરી રહ્યાં છે.
નદીની રેતીમાં સોનું મળવાની હકીકત માની શકાય તેમ નથી, પરંતુ આ દાવો સ્થાનિકોનો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે હાલમાં જ કેટલાક ગ્રામજનોને અહીંથી સોનું મળ્યું હતું. આ વાત વાયુ વેગે પ્રસરતાઅ સેંકડો ગ્રામવાસીઓ આ નદીમાંથી અને નદીના કિનારે આવેલી રેતીમાંથી સોનાની શોધમાં એકઠા થયા છે. સ્થાનિક યુવક સુજાન શેખે જણાવ્યું કે મોટાભાગે આ નદીમાં પાણી નથી હોતું.
જાેકે આ નદી ચોમાસા દરમિયાન ભરપૂર હોય છે અને હવે નદીના કિનારે ખૂબ જ અવાજ આવે છે. બે દિવસ પહેલા અહીં નદીની રેતીમાંથી સોનું મળી આવ્યું હતું.
ઝારખંડના રહેવાસીને બે દિવસ પહેલા કિનારેથી સોનાના દાગીના મળી આવ્યા હતા. તેઓ સૌપ્રથમ હતા જેમણે સોનાના વિવિધ આભૂષણો જાેયા અને પ્રાપ્ત કર્યા હતા.
આવી સ્થિતિમાં ગામમાં આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો નદી કિનારે સોનાની શોધ કરવા લાગ્યા હતા. જાેકે અન્ય ઘણા ગ્રામજનોને પણ આજે સોનાના ટુકડા મળ્યા છે. સોનું મળવાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં આ વાત આગની જેમ ફેલાઈ ગઈ છે. લોકો તેમના પરિવારજનો સાથે નદી કિનારે સોનાની શોધખોળમાં લાગ્યા છે.
બસલોઈ નદીમાંથી બટન આકારનું સોનું લોકોને મળ્યું છે. આ ઘટનાની માહિતી રામપુરહાટ વિભાગના શાસકને આપવામાં આવી છે. વહીવટીતંત્ર પણ હચમચી ગયું હતું.
આ નદીમાંથી સોનું મળવાની ઘટના અંગે તંત્રએ તપાસ કરીને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આજે બે મહિલાઓને સોનાના બટન મળ્યા છે. મુરારઈમાં બ્લોક ૧ના મ્ર્ડ્ઢં જાગ્રત ચૌધરીએ કહ્યું કે આ બાબતની પોલીસને જાણ કરવામાં આવી છે. કોઈ અકસ્માત ન થાય તે માટે રિવર ક્રોસિંગ પર પોલીસ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યો છે.
હવે કોઈને પણ સરહદની નજીક જવાની પરવાનગી નથી. રામપુરહાટના સબ-ડિવિઝનલ કમિશ્નરે કહ્યું કે આ મામલાની જાણ છજીૈંને કરવામાં આવી છે. તેમની ટીમ આવીને ઘટનાની તપાસ શરૂ કરશે.
બસલોઈ નદીમાંથી મળી આવતા આ સોનાના ઘરેણાં ક્યાંથી આવ્યા તે અંગે સૌ કોઈને ઉત્સુકતા છે. એવું માનવામાં આવે છે કે સુવર્ણરેખા નદીના પાણીમાં ડૂબી ગયેલા મહેશપુર રાજબારીમાંથી આ સોનું સુવર્ણરેખા નદી થઈને બાંસલોઈ નદીમાં આવી શકે છે. જાેકે આ સંપૂર્ણપણે માત્ર અનુમાન છે.SS1MS