Western Times News

Gujarati News

સુધારાની શક્યતા ન હોય ત્યારે દોષિતને ફાંસી આપવી જાેઈએ

Files Photo

નવી દિલ્હી,  સુપ્રીમકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે કોઈપણ દોષિતને ફાંસી કે મૃત્યુદંડ ત્યારે જ આપવામાં આવે જ્યારે તેનામાં સુધારાની આશા અને ગુંજાઈશ ખતમ થઈ ગઈ હોય. ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ હેમા કોહલી અને જસ્ટિસ પી.એસ.નરસિમ્હાની બેન્ચે એ વાત પર ભાર મૂક્યો હતો કે એક દોષિતમાં સુધારા થવાની શક્યતા છે કે નહીં તે નક્કી કરતી સ્થિતિઓ અને પરિસ્થિતિઓ શું હોવી જાેઈએ? ૨૧ માર્ચના ચુકાદામાં સુપ્રીમકોર્ટના ૩ જજાેની બેન્ચે સુંદરરાજન નામની વ્યક્તિની મૃત્યુદંડની સજાને ઘટાડતા ૨૦ વર્ષ કેદની સજા કરી દીધી હતી. સુંદરરાજનને ૨૦૦૯માં ૭ વર્ષના એક બાળકના અપહરણ અને તેની હત્યા કરવાનો દોષિત ઠેરવાયો હતો અને તેને આ ગુના બદલ મૃત્યુદંડની સજા ફટકારાઈ હતી.

જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પી.એસ.નરસિમ્હાની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરતા સુંદરરાજનની સજાને યથાવત્‌ તો રાખી પણ મત્યુદંડની સજાને ઘટાડીને ૨૦ વર્ષની સજા કરી દીધી હતી. આ દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી કે કોઈપણ ગુનાઇત કૃત્યના દોષિતની સજાને ઘટાડવાના કારણોમાં આરોપીની પૃષ્ઠભૂમિ, કસ્ટડી કે કેદની મુદ્દતમાં જેલમાં તેનું આચરણ કે તેનો ગુનાઈત ઈતિહાસ સામેલ હોય છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.