Western Times News

Gujarati News

સેન્સેક્સમાં ૧૪૦, નિફ્ટીમાં ૪૪ પોઈન્ટનો ઊછાળો નોંધાયો

મુંબઈ, ફાર્મા, ઓટોમોબાઈલ અને પીએસયુ બેન્ક સેક્ટરના શેરમાં ખરીદીને કારણે બુધવારે સ્થાનિક શેરબજારો ઉછાળા સાથે બંધ થયા હતા. બીએસઈનો ૩૦ શેરવાળો સંવેદનશીલ ઈન્ડેક્સ સેન્સેક્સ (બીએસઈ સેન્સેક્સ) ૧૩૯.૯૧ પોઈન્ટ અથવા ૦.૨૪ ટકા વધીને ૫૮,૨૧૪.૫૯ પોઈન્ટના સ્તર પર બંધ થયો છે. એ જ રીતે, એનએસઈ નિફ્ટી ૪૪.૪૦ પોઈન્ટ અથવા ૦.૨૬ ટકાના વધારા સાથે ૧૭,૧૫૧.૯૦ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ સપાટ બંધ રહ્યો હતો. તે જ સમયે, સ્મૉલકેપ ઈન્ડેક્સ ૦.૫ ટકાના વધારા સાથે બંધ થયા છે.

એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, સન ફાર્મા અને ટાટા કન્ઝ્‌યુમર પ્રોડક્ટ્‌સમાં નિફ્ટીમાં સૌથી મોટો ઉછાળો જાેવા મળ્યો હતો. નિફ્ટીમાં સૌથી વધુ નુકસાન બીપીસીએલ, કોલ ઈન્ડિયા, એનટીપીસી, અદાણી પોર્ટ્‌સ અને એક્સિસ બેન્કના શેરમાં જાેવા મળ્યું હતું. બુધવારે બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ સૌથી વધુ ૨.૧૮ ટકા વધ્યો હતો. આ સિવાય બજાજ ફાઇનાન્સમાં ૨.૧૬ ટકા અને સન ફાર્મામાં ૧.૬૫ ટકાનો વધારો જાેવા મળ્યો હતો.

જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે અસ્થિર કારોબાર છતાં સ્થાનિક બજાર હકારાત્મક રહ્યું હતું. આનાથી એવી માન્યતા જન્મી છે કે વૈશ્વિક બેંકિંગ સિસ્ટમ પાછળ રહી ગઈ છે. ફેડ રિઝર્વ પોલિસીની જાહેરાત અને યુકેના ફુગાવાના ડેટા જાહેર થયા પહેલા શેરબજારોમાં ઉતાર-ચઢાવ જાેવા મળ્યો હતો. બજાર માની રહ્યું છે કે ફેડ રિઝર્વ વ્યાજ દરોમાં ૦.૨૫ ટકાનો વધારો કરશે. બીજી તરફ ફેડ રિઝર્વના અધિકારીઓનું વલણ ઓછું આક્રમક રહેશે તો બુલ્સને બળ મળશે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.