Western Times News

Gujarati News

“ટોટલ ધમાલ”ના વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયરે ટેલિવિઝન પર મચાવી હલચલ

  • 2019ના સૌથી મોટા ટેલિવિઝન પ્રિમીયરના રૂપમાં સ્થાપિત

હાલમાં જ બોક્સ ઓફિસ પર દર્શકોનું ખૂબ મનોરંજન કરનાર હાસ્યથી ભરપૂર પારિવારિક મનોરંજક ફિલ્મ “ટોટલ ધમાલ” એ હવે ટીવી પર ખૂબ હલચલ મચાવી છે.

રવિવાર, 12 મે 2019ના રોજ સ્ટાર ગોલ્ડ પર આયોજિત આના વર્લ્ડ ટેલીવિઝન પ્રીમિયરે માન્યમાં ન આવે તેવી 1 કરોડ 73 લાખ ઇમ્પ્રેશન સાથે પાછળની દરેક વ્યુઅરશિપ રેકોર્ડ તોડી નાખ્યો, જેનાથી આ 2019નું સૌથી વધુ જોવામાં આવેલ ટેલિવિઝન ફિલ્મ પ્રીમિયર સાબિત થયેલ છે. ફિલ્મ એટલી મોટી હિટ હતી કે સ્ટાર ગોલ્ડ પણ 52 કરોડ 97 લાખ ઇમ્પ્રેશન સાથે સંપૂર્ણ અઠવાડિયામાં રેન્કિંગમાં નંબર એક બની રહી.

https://www.youtube.com/watch?v=bJajf-hIwLo

ચેનલની યોજનાઓ અનુસાર, આ વર્ષની ખૂબ ચર્ચિત રોમેન્ટિક- કોમેડી “લુકા- છુપી” રવિવાર 2 જૂન, 2019ના રોજ બપોરે 12-30 કલાકે પ્રીમિયર માટે તૈયાર છે, જેમાં કાર્તિક આર્યન અને કૃતિ સેનને કામ કર્યું છે.

પોતાના નવીનતમ પ્રીમિયરની સાથે, “સ્ટારગોલ્ડ- ધ હોમ ઓફ બૉલીવુડ બ્લોકબસ્ટર્સ” હિન્દી મુવી ચેનલના રૂપમાં પોતાની નંબર 1ની પોઝિશનને ફરીથી પ્રાપ્ત કરી અને ટીવી પર નવીનતમ ફિલ્મ જોવા માટે દર્શકોની પસંદગીની ચેનલ છે. સ્ટાર ગોલ્ડ પર હાલના સમયના કેટલાક સૌથી મોટા બૉલીવુડ બ્લોકબસ્ટર્સ દેખાડવામાં આવ્યા છે, જેમ કે- સંજૂ, સ્ત્રી, બધાઈ હો, ગોલમાલ અગેન અને જુડવા 2. નિર્દેશક ઇન્દ્રકુમારે જણાવ્યું કે “ટોટલ ધમાલ સપનાનું સાચું થવું છે, અને પહેલા આની બોક્સ ઓફિસ સફળતા અને હવે સ્ટાર ગોલ્ડ પર બ્લોક બસ્ટર્સ પ્રીમિયરની સાથે સાચું સાબિત થયું છે.”

રિતેશ દેશમુખે જણાવ્યું કે, “આ ફિલ્મનું નિર્માણ ફિલ્મથી જોડાયેલ દરેક લોકો માટે વાસ્તવમાં “ટોટલ ધમાલ” જેવું જ હતું. મને ખુશી છે કે ટીવી પર આને આટલી સારી રીતે પ્રસ્તુત કરવામાં આવી, જેનાથી સ્ટાર ગોલ્ડ પર આનું પ્રીમિયર સક્સેસ બની ગયું.”

માધુરી દીક્ષિત નેનેએ જણાવ્યું કે, “ટોટલ ધમાલના કારણે ઘણા વર્ષો બાદ પોતાના કેટલાક પસંદગીના સહ- કલાકારો સાથે મને કામ કરવાની તક મળી. અમને ખુશી છે કે સ્ટાર ગોલ્ડે પોતાના ટેલીવિઝન પ્રિમીયરને આટલો ભવ્ય બનાવી દીધો.”

અનિલ કપૂરે જણાવ્યું કે, “ટોટલ ધમાલને વર્ષનું નંબર 1 ટીવી પ્રીમિયર બનાવવા માટે અમારા દર્શકો અને સ્ટાર ગોલ્ડનો ખુબ- ખુબ આભાર! એક અભિનેતા પોતાના પ્રશંસકોના પ્રેમથી વધુ કાંઈ ઈચ્છતો નથી અને હું એમનો એટલો આભારી છું કે તેઓ આ ફિલ્મને આટલો વધુ પ્રેમ આપી રહ્યાં છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.