Western Times News

Gujarati News

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧૩૪ કેસ નોંધાયા

નવી દિલ્હી,  દેશમાં કોરોનાના કેસ વધતા લોકોની ચિંતા વધી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૧૩૪ નવા કેસ નોંધાયા છે. હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૭,૦૨૬ છે. સક્રિય કેસનો દર હાલમાં ૦.૦૧% છે. સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં ૬૬૨ કોરોના દર્દીઓ પણ સ્વસ્થ થયા છે, આ સાથે કોરોનામાંથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા ૪,૪૧,૬૦,૨૭૯૪ પર પહોંચી ગઈ છે.

કોરોનાનો રિકવરી રેટ હાલમાં ૯૮.૭૯% છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરાનાના ૧,૦૩,૮૩૧ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, આ સહિત અત્યાર સુધીમાં ૯૨.૦૫ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૨૨૦.૬૫ કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭,૬૭૩ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલની સરખામણીએ આજે કેસોમાં ધરખમ વધારો થયો છે. દેશમાં ગઈકાલે કોરોનાના ૬૯૯ નવા કેસ નોંધાયા હતા.

દેશમાં કોરોનાના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય સચિવે થોડા સમય પહેલા મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકને પત્ર લખીને પરીક્ષણ, સારવાર, ટ્રેકિંગ અને રસીકરણ પર ભાર મૂકવા જણાવ્યું છે. છ રાજ્યોને લખેલા તેના પત્રમાં આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે, કેટલાક રાજ્યો એવા છે જ્યાં વધુ સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. કેસોને વધતા રોકવા માટે સાવચેત અભિગમને અનુસરવાની જરૂર છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.