નેત્રામલી ખાતે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ -નવિન સભાખંડનું ઉદ્દઘાટન
(પ્રતિનિધિ) નેત્રામલી, ઇડર તાલુકાનું નેત્રામલી ગામ જે નેશનલ કક્ષાએ એવોર્ડ એનાયત પ્રાપ્ત કરેલ છે તથા સાબરકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતમાં શ્રેષ્ઠ સરપંચ એવોર્ડ હાંસલ કરેલ છે જે વિકાસની તેજ ગતિએ આગળ ધપી રહ્યું છે ત્યારે ગામના મુખ્ય પ્રવેશદ્વારમાં અંદર દાખલ થતાં જ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરી સરદાર ચોક નામ કરવામાં આવ્યું.
સાથે સાથે નેત્રામલી ગ્રામ પંચાયત દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ સભાખંડનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ હોલમાં ૧૦૦ જેટલા માણસોની બેઠક વ્યવસ્થા સાથે સ્ટેજ, સેન્ટ્રલ એ.સી, પ્રોગ્રામ પ્રોજેક્ટર, ઓડિયો વીડિયો સાઉન્ડ સિસ્ટમ, વોશરૂમ સહિતની સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવેલ છે. આ બંને પ્રસંગે ઇડર – વડાલી વિધાનસભા ધારાસભ્ય રમણલાલ વોરા, સાબરકાંઠા જિલ્લા સાંસદ દિપસિંહ રાઠોડ, ભાજપા જિલ્લા પ્રમુખ જે.ડી.પટેલ,તાલુકા પ્રમુખ હંસાબેન ,ઉપ પ્રમુખ કાંતિભાઈ પટેલ ,જિલ્લા સદસ્ય હિમાંશુ ભાઇ હાજર રહ્યા હતા. સાથે સાથે ગ્રામ પંચાયત સરપંચ પદમાબેન પટેલ , પૂવૅ સરપંચ નિલેશભાઈ પટેલ,કમિટી સભ્યો તથા તલાટી કમ મંત્રી પ્રકાશભાઇ અસારી તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગામના દરેક જ્ઞાતિના વડીલોને આવકારી સન્માન કરી વડીલ વંદના કાયૅક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.