વડતાલ ગ્રામ પંચાયતે જ્ઞાનબાગ આગળની ૪૨ દુકાનો પર બુલડોઝર ફેરવી દીધું
(પ્રતિનિધિ)નડિયાદ, વડતાલ ગામ પંચાયત દ્વારા આજે દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાનબાગ આગળ દબાણમાં આવતી લગભગ ૪૨ જેટલી દુકાનોને આજે તોડી પાડી છે આજે દબાણ હટાવો ઝુંબેશને લઈ ટોળેટોળા ભેગા થઈ ગયા હતા તો દુકાનદારો પોતાની દુકાનનું બચાવવા માટે બળ પ્રયોગ કરતા પોલીસે તેમને અટકાવ્યા હતા સ્થાનિક રાજકારણમાં આ મુદ્દાને નહીં ભારે ઘરમાં છવાઈ ગયો હતો નડિયાદ તાલુકાના વડતાલમાં ઝેરકાદેસર દબાણ હટાવવા માટેની કામગીરી ગામ પંચાયતના સરપંચ અમિતભાઈ દ્વારા આજે શરૂ કરવામાં આવી હતી પોલીસને સાથે રાખીને શરૂ થયેલી આ કામગીરી અસરકારક જાેવા મળી હતી વડતાલ જ્ઞાનબાગ આગળ પ્રદેશ રીતે બનાવવામાં આવેલી લગભગ ૪૨ જેટલી દુકાનો તોડી પાડવાની કામગીરી શરૂ થતા નાના એવા ગામમાં ખળભળાટ મચી ગયો હતો દુકાનદારો તેમજ તેમના સ્નેહીઓ તથા અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને દુકાનદારો પોતાની દુકાનો બચાવવા માટે બળ પ્રયોગ કરવા લાગ્યા હતા જાેકે ગામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો મક્કમ હોય જેમજ પોલીસ કાફલો પણ હોય. લોકો ઠંડા પડ્યા હતા બીજી બાજુ આ ઘેર કાયદેસર દુકાનો પણ બુલડોઝર ફરવાના શરૂ થઈ ગયા હતા અને એક પછી એક દુકાનો તોડવાની કામગીરી શરૂ થઈ છે.
દુકાનદારો કહે છે કે અમોએ ગામ પંચાયતના ઠરાવના આધારે દુકાનો બનાવી હતી પછી ગ્રામ પંચાયતને તોડવાનો કોઈ હક બનતું નથી..આ બાબતે ગામ પંચાયતના સરપંચ અમિતભાઈ ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે બનાવવામાં આવેલી દુકાનો બાબતે રોડ ખાતાએ ૨૦૧૯ માં નોટિસ પણ ફટકાડી હતી પરંતુ અત્યાર સુધી કોઈ કારણસર દુકાનદારોની દુકાનો તોડવામાં આવી નથી પરંતુ હું ચૂંટાયા બાદ નવી ગ્રામ પંચાયતની બોડી આ દુકાનો ગેરકાયદેસર હોય તોડી પાડવા માટે નક્કી કર્યું હતું અને જેની અમલવારી આજથી શરૂ કરી છે મળતી માહિતી મુજબ ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી એ ગામ પંચાયત વડતાલને પત્ર લખીને જાણ કરી હતી કે સરપંચશ્રી,વડતાલ ગ્રામ પંચાયત વડતાલ જ્ઞાનબાગ – કણજરી રોડ ઉપર માર્ગ અને મકાનની જમીન ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દબાણ થયેલ હોઈ દબાણ દૂર કરવા જાણ કરી હતી ગુજરાત પંચાયત આધિનિયમ -૧૯૯૩ની કલમ નં.૧૦૫ હેઠળ દબાણ ખુલ્લુ કરાવવા સૂચના ગ્રામ પંચાયત ને આપેલ હતી જેથી આ બાબતે ગ્રામ પંચાયતને સત્વરે દબાણ ખુલ્લુ કરવા તારીખ નક્કી કરી પોલીસ બંદોબસ્ત મેળવી તાલુકા પંચાયત પ્રતિનિધીની રૂબરૂમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ કોઈ અનિચ્છિનીય બનાવ ન બને તેમ દબાણ ખુલ્લુ કરાવવા સૂચના આપવાઆવી હતી આ પત્રના અનુસંધાનમાં ગામ પંચાયત વડતાલ એ આજરોજ દબાણ દૂર કર્યા છે તેવું ગામ પંચાયત દ્વારા જાણવા મળે છે