Western Times News

Gujarati News

સ્થાનિકથી વૈશ્વિકઃ ભારતની ડિજિટલ પેમેન્ટ ક્રાન્તિ પ્રેરણા આપી રહી છે

ભારતે એક સ્વદેશી ત્વરિત ચુકવણી પ્રણાલિ તૈયાર કરી છે જેણે વાણિજ્યનું પુનઃ નિર્માણ કર્યં છે અને આ પ્રણાલિ લાખો લોકોને ઔપચારિક અર્થતંત્રમાં ખેંચી લાવી છે. સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો નાખવામાં આવ્યો હતો અને એક મજબૂત જાહેર ખાનગી ભાગીદારી દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રણાલિએ રોજિંદા જીવનને વધુ સગવડભર્યું બનાવ્યું છે, ક્રેડિટ અને બચત જેવી બેન્કિંગ સેવાઓનું વિસ્તરણ વધુ લાખો ભારતીયો સુધી કર્યું છે અને સરકારી કાર્યક્રમોની પહોંચ તેમજ કર વસૂલાતને વધુ વ્યાપક બનાવ્યા છે.

પ્રધાનમંત્રી મોદીએ જી-૨૦ નાણાં મંત્રીઓ સમક્ષ ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમને એક એવી મુક્ત જાહેર કલ્યાણની પ્રણાલિ તરીકે ગણવી હતી, જેણે શાસન, નાણાકીય સમાવેશિતા અને ભારતમાં ઇઝ ઓફ લિવિંગમાં ધરમૂળથી પરિવર્તન લાવી દીધું છે. ડિજિટલ માળખાકીય સુવિધાને સરકાર દ્વારા ફેલાવવામાં આવેલા એવા રેલ ટ્રેકના સમૂહ તરીકે જાેવામાં આવે છે, જેની ટોચ પર ઓછા ખર્ચે આવિષ્કાર થઈ શકે. આ નેટવર્કની મદદથી, ભારતે અગાઉ ક્યારેય ન જાેવા મળ્યું હોય એટલી વ્યાપકતા પર બતાવ્યું છે કે ઝડપી ટેકનોલોજિકલ આવિષ્કાર કેવી રીતે વિકાસશીલ દેશો માટે મોટી હરણફાળ જેવી અસર કરી શકે છે.

આ પહેલના કેન્દ્રમાં પ્રખ્યાત જેમ ટ્રિનિટી એટલે કે જન ધન ખાતા, આધાર અને મોબાઈલ છે. આ ત્રણેય એવા આધારસ્તંભો જેણે ભારતની સંપૂર્ણ આર્થિક ઇકોસિસ્ટમમાં ક્રાન્તિ લાવી દીધી છે. આમાં પ્રથમ આધારસ્તંભ, પ્રધાનમંત્રી જન ધન યોજના દરેક પુખ્ત ભારતીય માટે બેન્ક ખાતાની સુલભતા સુનિશ્ચિત કરવા શરૂ કરાઇ હતી. ૨૦૨૨ સુધીમાં, ૪૬.૨૫ કરોડ બેન્ક ખાતાં ખોલવામાં આવ્યાં છે, જેમાંથી ૫૬ટકા ખાતાઓ મહિલાઓના નામે છે. ૬૭ટકા ખાતા ગ્રામીણ તેમજ અર્ધ-શહેરી વિસ્તારોમાં ખોલાયાં છે. આ ખાતાઓમાં કુલ ૧,૭૩,૯૫૪ કરોડ રૂપિયાની રકમ જમા છે.

આધારના રૂપમાં બીજા આધારસ્તંભે ઓળખ સંબંધિત સેવાઓમાં પરિવર્તન લાવી દીધું છે. આધાર આઈડીનો ઉપયોગ દ્વિ-પરિબળ પ્રમાણીકરણ અથવા બાયોમેટ્રિક આઈડી દ્વારા ડિજિટલ પ્રમાણીકરણ માટે થઇ શકે છે. આધારના નેતૃત્વ હેઠળનું પ્રમાણીકરણ બેન્કો અને ટેલીકોમ જેવી સંસ્થાઓ માટે સક્ષમકર્તા બની ગયું છે. કુલ ૧.૩ અબજ કરતાં વધુ આઈડી ઈશ્યુ કરવામાં આવ્યા હોવાથી, આજે પુખ્ત વયના ૯૯ ટકા લોકો પાસે બાયોમેટ્રિક ઓળખ નંબર છે.

આઇડીના કારણે બેન્ક ખાતાઓ બનાવવાનું કામ સરળ થઇ ગયું છે અને તે ત્વરિત ચુકવણી સિસ્ટમનો પાયો બન્યું છે. ત્રીજાે આધારસ્તંભ એટલે મોબાઈલ, જે ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં મુખ્ય ડિજિટલ આવિષ્કાર દર્શાવે છે. ૨૦૧૬માં રિલાયન્સ જિયોએ ધમાકેદાર પ્રવેશ કરીને નવો ચિલો ચાતર્યાે, તેના કારણે દેશની ડેટાની કિંમતમાં ૯૫ટકાનો ઘટાડો થયો. ડેટાનો ભાવ ઘટતાં ઓછી કિંમતે અને સરળતાથી ઈન્ટરનેટની સુલભતા પ્રાપ્ત થઈ. પરિણામે ભારતમાં ઇ-કોમર્સ, ફૂડ ડિલીવરી અને ઓટીટી કન્ટેન્ટ જેવા વર્ટિકલ્સનો સમાવેશ થયો છે. તેનાથી ભારતના છેવાડાના અને સૌથી દૂરસ્થ વિસ્તારોમાં પણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને સુલભ બની છે. આધાર પ્રમાણીકરણ દ્વારા સક્ષમ જન ધન ખાતાઓ દ્વારા નાણાકીય સમાવેશના પ્રસારની સાથે, ટેલિકોમ કંપનીઓ દ્વારા ઈન્ટરનેટ વધુ સુલભ કરવામાં આવ્યું અને સ્માર્ટફોનના વપરાશનો વ્યાપ વધતાં પેમેન્ટ ઇકોસિસ્ટમમાં પરિવર્તન આવ્યું છે.

આ આમૂલ પરિવર્તન યુનિફાઇડ પેમેન્ટ્‌સ ઇન્ટરફેસ (યુપીઆઈ)ની વિભાવના તરફ દોરી ગયું જેણે બેન્ક ખાતા સાથે લિન્ક થયેલી સીધી ચુકવણીની સુવિધા પૂરી પાડીને બિન-રોકડ ચુકવણીમાં ભારતના સ્થાનાંતરણમાં પ્રચંડ તાકાત લાવી દીધી છે. આ પ્લેટફોર્મ સેંકડો બેન્કો અને ડઝનબંધ મોબાઈલ પેમેન્ટ એપ્લિકેશનોની સેવાઓ આપે છે, જેમાં કોઈ ટ્રાન્ઝેક્શન ફી લેવાતી નથી.

આ પ્લેટફોર્મની દેખરેખ રાખતા નેશનલ પેમેન્ટ્‌સ કોર્પાેરેશન ઓફ ઈન્ડિયાના પ્રબંધ નિર્દેશક દિલીપ આસબેના જણાવ્યા અનુસાર અબજના મૂલ્યના આઠ અબજ વ્યવહારો કરવામાં આવ્યા હતા. હાલમાં થતી કુલ ચુકવમીઓમાંથી ૪૦ટકા ચુકવણીઓ ડિજિટલ માધ્યમથી થાય છે. હાલમાં લગભગ ૩૦૦ મિલિયન વ્યક્તિઓ અને ૫૦ મિલિયન વેપારીઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. નાનામાં નાના વ્યવહારો માટે પણ ડિજિટલ ચુકવણી કરાઈ રહી છે, જેમાં લગભગ ૫૦ ટકા ચૂકવણીઓને નાની અથવા માઇક્રોપેમેન્ટ તરીકે વર્ગીકૃત કરાઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.