ગુજરાત સહિત દેશની તમામ પોસ્ટ ઓફિસમાં કામગીરી ઠપ્પ
પોસ્ટ ઓફિસમાં છેલ્લા બે દિવસથી સર્વરમાં ટેકનીકલ ખામી સર્જાતા પોસ્ટ ઓફિસના અનેક વહેવારોને અસર થઈ હતી
વાપી, બેંકોની જેમ હવે પોસ્ટ ઓફિસોમાં પણ ડિજિટલાઇઝેસન થઈ ગયું છે. અને પોસ્ટ ઓફિસરના વ્યવહારો પણ ધીમે ધીમે ઓનલાઇન ડિજિટલ થઈ રહ્યા છે. જાે કે ક્યારેક આ ડિજિટલમાં ટેકનિકલ ખામી સર્જાતા ગ્રાહકોની સાથે પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ પણ સમસ્યાનો સામનો કરવો પડે છે.
વાપી સહીત સમગ્ર વલસાડ જિલ્લાની પોસ્ટ ઓફિસમાં છેલ્લા બે દિવસથી સર્વરમાં ટેકનીકલ ખામી સર્જાતા પોસ્ટ ઓફિસના અનેક વહેવારોને અસર થઈ હતી. આથી કલાકો સુધી ગ્રાહકોએ પોસ્ટ ઓફિસમાં લાઈનોમાં ઊભા રહેવાની ફરજ પડી હતી.
આમ સર્વરમાં ટેકનિકલ ખામીને કારણે પોસ્ટ ઓફિસના બેન્કિંગ, પેન્શન સહિતના વ્યવહારો ઠપ્પ થઈ ગયા હતા. આથી ગ્રાહકોની સાથે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
બનાવની વિગત મુજબ છેલ્લા બે દિવસથી પોસ્ટ ઓફિસોમાં ફીનાકલ નામના સોફ્ટવેરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પરિણામે બે દિવસ સુધી પોસ્ટ ઓફિસમાં બેન્કિંગ વ્યવહારની સાથે પેન્શન ધારકો અને સેવિંગ્સ ખાતેદારોના ખાતામાં વ્યવહાર અટકી ગયા હતા. આથી લોકોને પોતાના જ ખાતામાંથી પૈસા ઉપાડવામાં સમસ્યા સર્જાતી હતી.
જાેકે ધીમે ધીમે સોફ્ટવેરની ટેકનીકલ ખામીને દૂર કરવામાં આવતા બેંકના કર્મચારીઓની સાથે પોસ્ટ ઓફિસના કર્મચારીઓની સાથે ગ્રાહકોએ પણ રાહત અનુભવી હતી. જાે કે આજના આધુનિક યુગમાં બેંકોની સાથે પોસ્ટ ઓફિસોમાં પણ ઓનલાઇન વ્યવહારની સાથે ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે.
જાેકે આ ડિજિટલ સુવિધામાં પૂરતી ક્ષમતાના આધુનિક સોફ્ટવેરનો ઉપયોગ નહીં થતાં અનેક વખત પોસ્ટ ઓફિસમાં આવી રીતે ટેકનિકલ ખામીને કારણે પોસ્ટ ઓફિસના વ્યવહારોને અસર થાય છે.
પરિણામે ગ્રાહકોની સાથે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ એ પણ સમસ્યાનો સામનો કરવો પડે છે. પોસ્ટ ઓફિસમાં ઉપયોગમાં લેવાતા ડિજિટલ ફિનાકલ સોફ્ટવેરનું અપડેટેડ અને આધુનિક વર્ઝનનો ઉપયોગ કરવામાં આવે તેવી ગ્રાહકોની સાથે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પણ માંગ કરી રહ્યા છે.
નોંધનીય છે કે, દેશની તમામ પોસ્ટ ઓફિસની સોફ્ટવેર સિસ્ટમ પિનાકલમાં ખામી સર્જાતાં છેલ્લા બે દિવસથી પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટ્સની કામગીરી ઠપ થઈ છે. જેના કારણે ખાતેદારો પોતાના ખાતમાં પૈસા ઉપાડીને જમા કરાવી શકતા નથી.