Western Times News

Gujarati News

Mukesh Ambani ભારત અને એશિયાના નંબર વન અમીર બન્યા

નવી દિલ્હી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણી ફરી એકવાર ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. આ દરમિયાન તેમણે ગૌતમ અદાણીને પાછળ છોડી દીધા છે, જેઓ લાંબા સમયથી આ ખિતાબ ધરાવતા હતા.

વાસ્તવમાં, હિંડનબર્ગ રિપોર્ટ પ્રસિદ્ધ થયા પછી, અદાણીની સંપત્તિમાં ખૂબ જ ઝડપથી ઘટાડો થયો છે. હિંડનબર્ગે કથિત રીતે ગ્રુપ પર ઘણા મોટા આરોપો લગાવ્યા હતા, જેના પછી ગ્રુપના શેરને ઘણી અસર થઈ હતી. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ મુજબ, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી વિશ્વભરના ટોચના ૧૦ અબજપતિઓની યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય છે.

તેમની સંપત્તિમાં ૨૦ ટકાના ઘટાડા છતાં, અંબાણી ઇં૮૨ બિલિયનની નેટવર્થ સાથે યાદીમાં ૯મું સ્થાન ધરાવે છે. આ દરમિયાન તેણે સતત ત્રીજા વર્ષે એશિયાના સૌથી અમીર વ્યક્તિનું બિરુદ પણ જાળવી રાખ્યું છે. રિલાયન્સે તાજેતરમાં આવકમાં ૧૭ ગણો જ્યારે નફામાં ૨૦ ગણો વધારો નોંધાવ્યો હતો.

ભારતના સૌથી ધનિક લોકોની વાત કરીએ તો અંબાણી પછી અદાણી ૫૩ અબજ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં બીજા સ્થાને છે. સાયરસ પૂનાવાલા ૨૮ અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે શિવ નાદર અને તેમનો પરિવાર $૨૭ બિલિયન સાથે ચોથા અને લક્ષ્મી મિત્તલ ઇં૨૦ બિલિયન સાથે પાંચમા ક્રમે છે.

રિપોર્ટમાં એ પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે જાન્યુઆરી ૨૦૨૩માં હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યો ત્યારથી અદાણીને દર અઠવાડિયે ઇં૨૮ બિલિયન અથવા ૩,૦૦૦ કરોડનું નુકસાન થયું છે. જાે કે આ દરમિયાન એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન થયું છે. અબજાેપતિની અંગત સંપત્તિમાં ઇં૭૦ બિલિયનનું નુકસાન થયું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.