Western Times News

Gujarati News

નીતા અંબાણી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિના સભ્ય તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય મહિલા

મુંબઈ, ભારતમાં યુગો યુગોથી સ્ત્રીઓને પુરુષો સમાન દરજ્જાે મળ્યો છે. તેવામાં નીતા અંબાણી પણ અત્યારે એક સકસેસફુલ બિઝનેસ વુમન તરીકે દેશભરમાં જાણીતા છે. તેઓ મુકેશ અંબાણીના પત્ની તરીકે જ નહીં પરંતુ પોતાની મહેનતથી સફળ કારકિર્દી ઘડી દેશભરમાં પ્રખ્યાત થયા છે. નીતા અંબાણી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિના સભ્ય તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય મહિલા છે.

આની સાથે મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ, ન્યૂ યોર્કના ટ્રસ્ટી મંડળમાં સામેલ થનારા પ્રથમ ભારતીય પણ છે. તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને EIH લિમિટેડ (ધ ઓબેરોય ગ્રુપ)ના બોર્ડમાં પણ સામેલ છે. સૌથી પહેલા આપણે રિલાયન્સ ફાઉન્ડેશનની વાત કરીએ. નીતા અંબાણી આના સ્થાપક અને ચેરપર્સન છે. વર્ષ ૨૦૧૦માં રિલાયન્સ ફાઉન્ડેશનની શરૂઆત કરવામાં આવી હતી.

આ એક પરોપકારી પહેલ છે, જેમાં નીતા અંબાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશન થકી ગ્રામીણ ક્ષેત્રે પરિવર્તન લાવવાની પહેલ શરૂ કરાઈ હતી.

રિલાયન્સ ફાઉન્ડેશને આરોગ્ય, શિક્ષણ, સ્પોર્ટ્‌સ, ડિઝાસ્ટર રિસ્પોન્સ, આર્ટ્‌સ જેવા વિવિધ ક્ષેત્રોમાં ૫૬.૫ મિલિયનથી વધુ ભારતીયોના જીવનને સ્પર્શ્યું છે. કોવિડ-૧૯ના સમયગાળા દરમિયાન પણ નીતા અંબાણીના નેતૃત્વ વાળા રિલાયન્સ ફાઉન્ડેશને ભારતમાં ઠેરઠેર સહાયતા પ્રદાન કરી હતી.

નીતા અંબાણીએ ક્રિકેટ જગતમાં પણ આગવી ઓળખ ઉભી કરી છે. દુનિયાની સૌથી વધુ ચર્ચિત ઈન્ડિયન પ્રીમિયર લીગમાં નીતા અંબાણીની ટીમ સુપરહિટ છે. જી હા અહીં મુંબઈ ઈન્ડિયન્સની ચર્ચા ચાલી રહી છે. નીતા અંબાણી આ ટીમના કો ઓનર છે.

એટલું જ નહીં મુંબઈ ઈન્ડિયન્સે ૫ વાર IPL ટાઈટલ્સ પોતાને નામ કર્યું છે. એટલું નીતા… જ નહીં અત્યારે વુમન્સ પ્રીમિયર લીગમાં પણ આ ટીમ એક્ટિવ છે. મુંબઈ ઈન્ડિયન્સે ટીમને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સફળ બનાવવાનો શ્રેય નીતા અંબાણીને આપ્યો છે.

એટલું જ નહીં આનો પાયો નાંખવામાં નીતા અંબાણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોવાનું પણ જણાવ્યું છે. ભારતમાં ક્રિકેટની સાથે અન્ય ગેમ વિકસે એના માટે પણ નીતા અંબાણીએ પહેલ શરૂ કરી છે. ફૂટબોલનો ક્રેઝ દુનિયાભરમાં છે ત્યારે ભારતમાં પણ આ ક્ષેત્રે વધારે સારા એથલિટ ભાગ લે એના માટે નીતા અંબાણી કાર્યરત છે. નીતા અંબાણી ફૂટબોલ સ્પોર્ટ્‌સ ડેવલપમેન્ટ લિમિટેડના સ્થાપક ચેરપર્સન પણ છે.

ફૂટબોલ જગતમાં ભારતનું નામ આગવું બને એના માટે ઈન્ડિયન સુપર લીગની શરૂઆત પણ કરાઈ છે. એટલું જ નહીં નીતા અંબાણીન First Lady Of Sports In India તરીકે પણ ઓળખાય છે. નીતા અંબાણી દ્વારા મહિલાઓ માટે ખાસ પહેલ શરૂ કરાઈ છે.

Her Circleએ ભારતીય મહિલાઓ માટે એક ડિજિટલ મૂવમેન્ટ છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મહિલાઓલક્ષી કોન્ટેન્ટ પ્રદાન કરે છે. આનાથી મહિલાઓ વધુ સંખ્યામાં એકબીજા સાથે જાેડાય એના માટે કાર્ય કરાય છે. વર્ષ ૨૦૨૧માં નીતા અંબાણીએ ‘હર સર્કલ’ લોન્ચ કર્યું હતું.

‘હર સર્કલ’ અત્યારે મહિલાઓ માટે સૌથી મોટું પ્લેટફોર્મ બની ગયું છે. નોંધનીય છે કે તે દેશની ૩૧ કરોડ મહિલાઓ સુધી પહોંચી ગયુ છે. ભારતના અગ્રણી ડિજિટલ કન્ટેન્ટ અને મહિલાઓ માટે નેટવર્કિંગ પ્લેટફોર્મ ‘હર સર્કલ’ હેઠળ લાવવામાં આવેલા આ પ્રોજેક્ટ પાછળનો ઉદ્દેશ્ય દેશની મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો છે જે દરેક માટે સુલભ હોય.

નીતા અંબાણીની કોશિશ છે કે આના દ્વારા મહિલાઓ અને છોકરીઓ વધુ જાગૃત થઈ શકે અને તેમના વિકાસ તરફ આગળ વધી શકે. નીતા અંબાણી ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના ફાઉન્ડર અને ચેરપર્સન છે. આની સ્થાપના ૨૦૦૩માં થઈ હતી, જેનો ઉદ્દેશ્ય મુંબઈ શહેરના બાળકોને વર્લ્ડ ક્લાસ એજ્યુકેશનની તકો આપવાનો છે. આ શાળાને ભારતની અગ્રણી ઈન્ટરનેશનલ સ્કૂલોમાં ગણવામાં આવે છે. આની સાથે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ વૈશ્વિક સ્તરે ટોચની શાળાઓમાં સમાવિષ્ટ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.