કોંગ્રેસે પ્રજાની સમસ્યાને લઈ વિરોધ નોંધાવવા માટે મૌન ધરણાંનો કાર્યક્રમ યોજ્યો
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) દેશમાં ચાલી રહેલા મોંઘવારી બેરોજગારી અને સરકારી નોકરીઓમાં થતી વારંવાર પેપર લીંક કાંડ તથા બીજા અનેક કૌભાંડોથી સમગ્ર પ્રજા પરેશાન છે ત્યારે બીજી બાજુ સરકારના પ્રજા વિરોધી ર્નિણયો સામે વિરોધ વાત કરવાની મૂળભૂત સ્વતંત્ર પર કાપ મુકવામાં આવ્યો છે. તેને લઈ આજરોજ નડિયાદ ખાતે કોંગ્રેસ દ્વારા મૌન ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો.
નડીયાદ શહેરના સંતરામ રોડ પર આવેલ આંબેડકરની પ્રતિમા પાસે ખેડા જિલ્લાના કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ માલસિહ રાઠોડ, કાર્યકારી પ્રમુખ ચંદ્રશેખરસિંહ ડાભી, નડિયાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હાર્દિક ભટ્ટ, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ બિમલ શાહ, સંજય પટેલ, જીતેન્દ્ર પટેલ આઝાદ, એસ.કે બારોટ, મહામંત્રી દિનેશ રાઠોડ, ગોકુલ શાહ,જીતુ રાજ,
ભીખાભાઇ રબારી, રાજુ રબારી, ધ્રુવલ પટેલ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત ધારણામાં બેઠેલા કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે કેન્દ્ર તથા રાજ્યની ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લીધે પ્રજા ત્રસ્ત બનેલી છે.
મોંઘી વીજળી, બેરોજગારી, મોઘવારી, સરકારી નોકરીઓમાં વારંવાર ગેરરીતી, પેપર લીક કાંડ સહિત અનેકવિધ સમસ્યાઓથી લોકો પરેશાન છે. જયારે બીજી બાજુ, સરકારના પ્રજા વિરોધી ર્નિણયો – નીતિ સામે વિરોધ વ્યક્ત કરવાની પ્રજાની મૂળભૂત સ્વતંત્રતા ઉપર પણ કાપ મૂકવામાં આવ્યો છે
અને કેન્દ્ર અને રાજ્ય સરકારે વિરોધ વ્યક્ત કરનારાઓ સામે પણ પ્રતિબંધક કાનૂની જાેગવાઈઓનો બેફામ દુરુપયોગ કરવાનું વલણ અપનાવ્યું હોવાથી પ્રજામાં ભય અને દહેશતનું વાતાવરણ પેદા થયું છે. આવી લોકશાહી વિરોધી કાનૂની જાેગવાઈનો દુરુપયોગ કરીને ભાજપ સરકારે બ્રિટિશ રાજ્યની યાદ તાજી કરી છે.
મોંઘવારી વિરોધ હલ્લા બોલ કાર્યક્રમમા‘લોકશાહી બચવો ’ ની માંગ સાથે મૌન ધરણા- વિરોધ પ્રદશન કાર્યક્રમ યોજાયો છે.