હું ઇકબાલ!’ કહેનારો ઇકબાલ ખરેખર કોણ અને કેવો છે?
કટ્ટપ્પાને બાહુબલી કો ક્યૂં મારા? જેવો જ પ્રશ્ન ખડો કરે છે તાજેતરમાં જ શેમારુમી પર રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ ‘હું ઇકબાલ!’. ૩ ફેબ્રુઆરીના રોજ થિએટરમાં રિલીઝ થયા બાદ ૨૩ ફેબ્રુઆરીના રોજ શેમારુમી પર તેનું વર્લ્ડ પ્રિમિયર રજૂ થયું. જેને દર્શકોનો ખુબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે.
જેમાં જાણીતી આરજે અને નાટ્યકર્મી દેવકીની આ પ્રથમ ફિલ્મ છે. તેની સાથે જાણીતો કલાકાર મિત્ર ગઢવી, સોનાલી લેલે જેવા કલાકારોને આ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓમાં જાેઈ શકાય છે. જામ સામાન્ રીતે ગુજરાતી ફિલ્મો એટલે મિત્રોની કહાની વાળી કે કોમેડી ફિલ્મ એ માન્યતાને તોડીને આ ફિલ્મ એક ખુબ નવા પ્રકારના વિષયવસ્તુ સાથે રજૂ થઈ છે.
જે ગુજરાતી ફિલ્મ માટે એક નવતર પ્રયોગ જ ગણી શકાય. ફિલ્મનું પોસ્ટર, ત્યાર પછી ટીઝર અને ટ્રેઇલર રજૂ થયું ત્યારથી જ જેમ પ્રાથમિક જાણકારી મળે છે તેમ આ ફિલ્મમમાં ઇકબાલ નામનું એક પાત્ર ચોરી કરે છે. તે પોતાને પકડવા માટે સમગ્ર અમદાવાદ શહેરને તેમજ શહેરની પોલિસને પડકાર ફેંકે છે.
ઇકબાલનું પાત્ર ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક ધ્રુવ ભટ્ટ દ્વારા લખાયેલી નવલકથા ‘તિમિરપંથી’ની યાદ અપાવે છે. આ નવલકથામાં એક જગ્યાએ લખાયું છે- ‘સતી પાસે છે એટલી કળા પંથકમાં કોઈ પાસે ક્યાં છે? નજરની, શ્રવણની, શબ્દની, મૌનની, હાથની, ગતિની, અને રહસ્યોની, ગણી ન શકાય અને શીખ્યે આવડે પણ નહીં.’
ફિલ્મના ટ્રેઇલરમાં જ ઇકબાલનો સંવાદ દર્શાવે છે કે ઇકબાલના દાદા અને તેના પિતા પણ એક ચોર હતા. જે તિમિરપંથીના સંદર્ભને વધુ મજબૂત બનાવે છે.