Western Times News

Gujarati News

દેશમાં અંગદાન પ્રત્યે જાગૃતતા વધીઃ વડાપ્રધાન

Mann ki baat PM Modi (98)

નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે મન કી બાત કરી -આપણા દેશમાં પરમાર્થને એટલું ઉપર રાખવામાં આવ્યું છે કે બીજાના સુખ માટે લોકો પોતાનું સર્વસ્વ દાન કરવામાં પણ સંકોચ કરતા નથી: મોદી

(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશવાસીઓ સાથે મન કી બાત કરી હતી. પીએમ મોદીએ આજે મન કી બાત કાર્યક્રમના ૯૯માં એપિસોડને સંબોધિત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં પરમાર્થને એટલું ઉપર રાખવામાં આવ્યું છે કે બીજાના સુખ માટે, લોકો પોતાનું સર્વસ્વ દાન કરવામાં પણ સંકોચ કરતા નથી.

આથી તો આપણને બાળપણથી શિવિ અને દધિચિ જેવા દેહદાનીઓની ગાથાઓ સંભળાવવામાં આવે છે. આધુનિક મેડિકલ સાયન્સના આ દૌરમાં ર્ંખ્તિટ્ઠહ ર્ડ્ઢહટ્ઠંર્ૈહ કોઈને જીવન આપવામાં એક ખુબ મોટું માધ્યમ બની ચૂક્યું છે.

એવું કહેવાય છે કે જ્યારે એક વ્યક્તિ મૃત્યુ બાદ પોતાનું શરીર દાન કરે છે તો તેનાથી ૮થી ૯ લોકોને એક નવું જીવન મળવાની સંભાવના બને છે.

પીએમ મોદીએ કહ્યું કે સંતોષની વાત એ છે કે આજે દેશમાં ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃતતા વધી રહી છે. વર્ષ ૨૦૧૩માં આપણા દેશમાં અંગદાનના ૫ હજારથી પણ ઓછા કેસ હતા, પરંતુ ૨૦૨૨માં આ સંખ્યા વધીને ૧૫ હજારથી વધુ થઈ ગઈ. અંગદાન કરનારા વ્યક્તિઓએ, તેમના પરિવારે, ખરેખર ખુબ પુણ્યનું કામ કર્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે ૩૯ દિવસના અબાબત કૌર હોય કે પછી ૬૩ વર્ષના સ્નેહલતા ચૌધરી તેમના જેવા દાનવીર, આપણને જીવનનું મહત્વ સમજાવીને જાય છે. આપણા દેશમાંઆજે મોટી સંખ્યામાં એવા જરૂરિયાતવાળા લોકો છે જે સ્વસ્થ જીવનની આશામાં કોઈ ઓર્ગન ડોનેટ કરનારાઓની રાહ જુએ છે. મને સંતોષ છે કે અંગદાનને સરળ બનાવવા અને પ્રોત્સાહિત કરવા માટે સમગ્ર દેશમાં એક જેવી પોલીસી ઉપર પણ કામ થઈ રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે આ નવરાત્રિનો સમય છે, શક્તિની ઉપાસનાનો સમય છે. આજે ભારત જે સામર્થ્ય નવેસરથી નીખરીને સામે આવી રહ્યું છે, તેમાં ઘણી મોટી ભૂમિકા આપણી નારી શક્તિની છે. હાલમાં એવા કેટલાય ઉદાહરણ આપણી સામે આવ્યા છે. તમે સોશિયલ મીડિયા પર એશિયાના પહેલા મહિલા લોકો પાયલટ સુરેખા યાદવને જરૂર જાેયા હશે. સુરેખા એક નવો વિક્રમ બનાવતા વંદે ભારત એક્સપ્રેસના પણ પહેલા લોકો પાયલટ બની ગયા છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારત આજે સોલર એનર્જીના ક્ષેત્રમાં જે ઝડપથી આગળ વધી રહ્યું છે તે પોતાનામાં એક મોટી ઉપલબ્ધિ છે. ભારતના લોકો સદીઓથી સૂર્યથી વિશેષ રીતે નાતો ધરાવે છે. આપણા ત્યાં સૂર્યની શક્તિને લઈને જે વૈજ્ઞાનિક સમજ રહી છે, સૂર્યની ઉપાસનાની જે પરંપરાઓ રહી છે તે અન્ય જગ્યાઓ પર બહુ ઓછી જાેવા મળે છે.

બધાનો પ્રયાસ… એ જ સ્પીરિટ આજે ભારતના સોલર મિશનને આગળ વધારી રહી છે. દીવ વિશે ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દમણ-દીવમાંથી જે દીવ છે કે જે એક અલગ જિલ્લો છે, ત્યાંના લોકોએ પણ એક અદભૂત કામ કરીને બતાવ્યું છે.

તમે જાણતા હશો કે દીવ સોમનાથ પાસે છે. દીવ ભારતનો પહેલો એવો જિલ્લો બન્યો છે જે દિવના સમયે પણ તમામ જરૂરિયાતો માટે ૧૦૦ ટકા ક્લિન એનર્જીનો ઉપયોગ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.