Western Times News

Gujarati News

મહિલા વર્લ્ડ બોક્સિંગમાં નિખટ ઝરીને સુવર્ણ પદક જીત્યો

(એજન્સી)નવી દિલ્હી, મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતને ત્રીજાે ગોલ્ડ મેડલ મળી ગયો છે. નિખટ ઝરીને ૪૮-૫૦ કિલો વેટ કેટેગરીમાં સુવર્ણ પદક જીત્યો છે. @nikhat_zareen and @LovlinaBorgohai for clinching gold in the 2023 Women’s Boxing Championships!

નિખટ ઝરીને  વિયેતનામની ન્યૂગેન થી તામને ફાઇનલમાં હરાવી હતી. આ તેમનો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સતત બીજાે ગોલ્ડ મેડલ છે. નિકહતે પહેલાં શનિવારે નીતૂ ગંધાસ અને સ્વીટી બોરાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. પહેલા રાઉન્ડમાં નિકહત પૂરી રીતે હાવી હતી.

તેમણે વિપક્ષી મુક્કેબાજને કોઈ મોકો આપ્યો નહોતો. પહેલા રાઉન્ડમાં તેઓ ૫-૦થી આગળ રહ્યા હતા. બીજા રાઉન્ડમાં પહેવીવાર વિશ્વ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચેલી વિયેતનામની મુક્કેબાજે વાપસી કરી. પરંતુ, નિખટ ઝરીનને ચાન્સ મળતા જ વિપક્ષી મુક્કેબાજ પર પંચથી તૂટી પડી હતી.

 

જાે કે, બીજાે રાઉન્ડ વિયેતનામની મુક્કેબાજે ૩-૨થી જીત્યો હતો. ત્રીજાે રાઉન્ડ પણ ખૂબ જ રસાકસીભર્યો રહ્યો. નિખટ ઝરીન અને વિયેતનામની મુક્કેબાજે પૂરેપૂરી શક્તિ લગાવી હતી. નિખટ ઝરીને કોચે બતાવેલા રસ્તે ચાલીને વિપક્ષી મુક્કેબાજથી અંતર રાખી શાનદાર અપરકટ અને જૈબ લાગાવ્યા હતા.

ત્યારબાદ રેફરીએ મેચ રોકી વિયેતનામની બોક્સરનો હાલ-ચાલ જાણ્યો હતો. ત્યારથી જ નિખટ ઝરીનની જીત અંદાજે પાક્કી થઈ ગઈ હતી અને ખારે નિકહતે ૫-૦થી ત્રીજાે રાઉન્ડ જીત્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.