Western Times News

Gujarati News

1800 કરોડનો સટ્ટા રેકેટના સટ્ટા રેકેટમાં પકડાયા 100 સીમકાર્ડ અને 500 એકાઉન્ટ

ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ

(એજન્સી)અમદાવાદ, આગામી ૩૧ માર્ચથી આઈપીએલ ૨૦૨૩ શરૂ થવા જઈ રહી છે. ત્યારે આઈપીએલ ટૂર્નામેન્ટ પહેલા મેગાસિટી અમદાવાદમાં સૌથી મોટા સટ્ટા રેકેટનો પર્દાફાશ થયો છે. જેના કારણે સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે અને સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના દૂધેશ્વરમાં આવેલી એક ખાનગી ઓફિસમાં દરોડો પાડીને ટીમે સટ્ટો રમાડનારા ૪ આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં ૧ હજાર ૮૦૦ કરોડથી વધારેના રૂપિયાના વ્યવહાર મળી આવ્યા છે. આરોપીઓએ સટ્ટો રમાડવા અને બેંક એકાઉન્ટ મેનેજ કરવા આ ઓફિસ રાખી હોવાનું પણ સામે આવ્યું છે.

આ ઓફિસમાંથી ઈન્ટરનેશનલ એકાઉન્ટ મેનેજ કરાતું હોવાનું પણ સામે આવ્યું છે. તપાસમાં ૫૦૦થી વધારે એકાઉન્ટ મળી આવ્યા છે. સાથે ૧૦૦ જેટલા સિમકાર્ડ અને મોબાઈલ પણ મળી આવ્યા છે.  સટ્ટાકાંડમાં રેડ દરમિયાન નામચીન બુકીઓના ઓનલાઈન આઈડી મળી આવ્યા છે. જેમા મહાદેવ બુક, ક્રિષ્ના રેડ્ડી બુકના સટ્ટા એકાઉન્ટ મળી આવ્યા છે.

ડાયમંડ એક્સચ નામના અનેક ઓનલાઈન સટ્ટા મળી આવ્યા છે. ટીમે સટ્ટાના પૈસા મેનેજમેન્ટ કરતા ચાર આરોપીની ધરપકડ કરી છે.

આ મહિને જ સુરતમાંથી ઓનલાઈન સટ્ટો રમાડતા ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સુરતના મોટા વરાછા ખાતે આવેલા તુલસી આર્કડમાં ઉતરાણ પોલીસે રેડ કરી ઓનલાઇન સટ્ટો રમી રૂપિયા ટ્રાન્સફર કરતા હોવાના કારસ્તાનનો પર્દાફાશ કર્યો હતો. આ દરમિયાન ઉતરાણ પોલીસે સટ્ટા રેકેટ ચલાવતા ૧૧ આરોપીની ધરપકડ કરી હતી અને લાખોનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતો.

આ તપાસમાં સાયબર ક્રાઇમ પોલીસ પણ જાેડાઈ હતી. આ તમામ યુવકો ૧૫ જેટલી એપ્લિકશન્સની માધ્યમથી સટ્ટો રમતા હોય અને રમાડતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ દરમિયાન પોલીસે ૧૫ જેટલા લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ પણ કબ્જે લીધા હતી. પોલીસએ ૧૧ને આરોપીને ઝડપી મુખ્ય આરોપી દિલ્હીના અજયની શોધ ખોળ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.