અનિલ અંબાણીની કંપનીમાં ફસાયા છે બેંકોના ૨૪,૦૦૦ કરોડ
નવી દિલ્હી, અનિલ અંબાણીની દેવાળું ફૂંકી ચૂકેલી કંપની રિલાયન્સ કેપિટલમાં બેંકોના ૨૪,૦૦૦ કરોડ રૂપિયા ફસાયેલા છે. પરંતુ, હાલ તેમની મુશ્કેલીઓ દૂર થવાનું નામ નથી લઈ રહી. હિંદુજા ગ્રુપએ ડિસેમ્બરમાં પોતાની બોલી વધારીને ૯,૦૦૦ કરોડ રૂપિયા કરી દીધી હતી.
પરંતુ, હવે તે ફરી ગયું છે. તેણે બેંકોને કહ્યું છે કે, તે આટલી મોટી ઓફર નહીં આપી શકે. પહેલી હરાજીમાં ટોરેન્ટએ સૌથી મોટી બોલી લગાવી હતી. ટોરેન્ટે ૮,૬૪૦ કરોડ રૂપિયા અને હિંદુજાએ ૮.૧૧૦ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. તે પછી હિંદુજાએ પોતાની બોલી વધારીને ૯,૦૦૦ કરોડ રૂપિયા કરી દીધી હતી. તેનાથી બીજા તબક્કાની હરાજીની વાત ઊભી થઈ. તેને ટોરેન્ટે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.
સુપ્રીમ કોર્ટે હજુ તેના પર ચુકાદો આપ્યો નથી. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ મુજબ, રિલાયન્સ કેપિટલના કેટલાક લેન્ડર્સની ટોરેન્ટ ગ્રુપ અને હિંદુજા ગ્રુપ સાથે શુક્રવારે મીટિંગ થઈ. તેમાં હિંદુજાએ કહ્યું કે, તેની ૮,૧૧૦ કરોડની મૂળ બોલીને જ માનવામાં આવવી જાેઈએ.
હિંદુજાએ ચેલેન્જ મિકેનિઝમ અંતર્ગત પોતાની બોલી વધારી હતી. તેનાથી બેંકોને ઈન્ટરેસ્ટ કોસ્ટના રૂપમાં મોટું નુકસાન થઈ શકે છે. તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં પાંચ લાખ રૂપિયાથી વધારેની ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ પર ટેક્સ લગાવાયો છે. તેનાથી રિલાયન્સ કેપિટલની વેલ્યુએશમાં વધારે ઘટાડો થયો છે.
રિલાયન્સ કેપિટલની રિલાયન્સ નિપ્પન લાઈફ ઈન્શ્યોરન્સમાં ૫૧ ટકા અને રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સમાં ૧૦૦ ટકા ભાગીદારી છે. સુપ્રીમ કોર્ટ ટોરેન્ટની અપીલ પર બધા પક્ષોને નોટિસ ઈસ્યૂ કરી ચૂકી છે. મામલાની સુનાવણી આગામી સપ્તાહે થશે.
આ દરમિયાન કોર્ટે બેંકોને સેકન્ડ ચેલેન્જ મિકેનિઝમ એટલે કે વાતચીતની મંજૂરી આપી દીધી છે, પરંતુ બધું ટોરેન્ટની અપીલ પર ફાઈનલ ઓર્ડર આવશે તેના પર ર્નિભર કરશે. તેનો અર્થ એ છે કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધી બેંકો કોઈને કમાન હાથમાં નહીં સોંપી શકે.
એ જ કારણ છે કે, કોઈપણ બિડર હવે આ મામલામાં પડવા નથી માગતા. તે સાથે જ એક રીતે કંપનીની રિઝોલ્યૂશન પ્રોસેસ રોકાઈ ગઈ છે. આ પ્રોસેસ નવેમ્બર ૨૦૨૧માં શરૂ થઈ હતી. રિલાયન્સ કેપિટલ ઈનસોલ્વન્સી પ્રોસીડિંગ પ્રોસેસમાંથી પસાર થઈ રહી છે. તેમાં લગભગ ૨૦ ફાઈનાન્શિયલ સર્વિસીઝ કંપનીઓ છે. તેમાં સિક્યોરિટીઝ બ્રોકિંગ, ઈન્શ્યોરન્સ અને એક એઆરસી સામેલ છે.
આરબીઆઈએ ભારે દેવામાં ડૂબેલી રિલાયન્સ કેપિટલના બોર્ડને ૩૦ નવેમ્બર, ૨૦૨૧એ ભંગ કરી નાખ્યું હતું અને તેની સામે ઈનસોલ્વન્સી પ્રોસીડિંગ શરૂ કરી હતી. પહેલા રાઉન્ડમાં ટોરન્ટે તેના માટે ૮,૬૪૦ કરોડ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવી હતી.
ફોર્બ્સ ઈન્ડિયાના ૨૦૦૭માં પ્રકાશિત રિપોર્ટ મુજબ, અનિલ અંબાણીની નેટવર્થ ૪૫ અબજ ડોલર હતી અને એ સમયે તેઓ દેશના ત્રીજા સૌથી ધનવાન બિઝનેસમેન હતા. પરંતુ, આજે તેમની નેટવર્થ ઝીરો છે.SS1MS