Actress Anushka Sharma વિરાટની યાદશક્તિ પર ઓવારી ગઈ હતી
મુંબઈ, Bollywood Actress Anushka Sharma અને Cricketer Virat Kohli સૌથી પોપ્યુલર સેલિબ્રિટી કપલ્સ પૈકીના એક છે. સોશિયલ મીડિયા પોસ્ટ હોય કે જાહેરમાં આવવાનું હોય તેઓ કપલ ગોલ્સ આપે છે. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે, આદર કરે છે અને એકબીજાનો સૌથી મોટો સપોર્ટ છે. હાલમાં જ વિરાટ અને અનુષ્કા એક સ્પોર્ટ્સ અવોર્ડ શોમાં હાજર રહ્યા હતા. Actress Anushka Sharma Virat kohli
ત્યાં અનુષ્કાએ ખુલાસો કર્યો કે વિરાટની કઈ વાત સૌથી પહેલા તેને ગમી ગઈ હતી. એક ચેનલ સાથે વાત કરતાં અનુષ્કાએ જણાવ્યું કે, વિરાટની યાદશક્તિ સારી છે. વિરાટે પણ સ્વીકાર્યું કે તેની યાદશક્તિ સારી છે. તેણે કહ્યું, મારી યાદશક્તિ થોડી સારી છે.
તેણી મને અગત્યની તારીખો યાદ રાખવાનું કામ સોંપે છે. એટલે જ હું તેને સારી રીતે યાદ રાખી શકું છું. હું જરૂરી વસ્તુઓ યાદ રાખું છું પણ નાની-નાની બાબતો ભૂલી જઉં છું, તેમ ક્રિકેટરે જણાવ્યું. વાત આગળ વધારતાં અનુષ્કા શર્માએ કહ્યું, અમે ડેટિંગ શરૂ કર્યું એ પહેલાથી જ તેની યાદશક્તિ સારી હોવાની બાબતથી હું પ્રભાવિત થઈ હતી. મેં વિચાર્યું હતું કે, આ મારે ઉપયોગી થઈ પડશે.
આ ઉપરાંત વિરાટ અને અનુષ્કાએ દીકરી વામિકા અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દીકરી સાથે સમય વિતાવવા માટે તેઓ ખુશી-ખુશી પાર્ટીમાંથી વહેલા નીકળવાનું પસંદ કરે છે. અનુષ્કાએ કહ્યું, આ બહાનું નથી પણ હકીકત છે. જ્યારે તમે બાળકના પેરેન્ટ્સ હો ત્યારે તમે વધારે સામાજિક નથી થઈ શકતા. ખરેખર તો અમે આ વસ્તુથી ખુશ છીએ કારણકે અમે બંને વધારે સામાજિક નથી.
અમને સાદી વસ્તુઓ ગમે છે, ઘરે રહેવું ગમે છે. અમને એકબીજા સાથે પણ વધુ સમય વિતાવવા નથી મળતો. એટલે જ્યારે પણ અમને સમય મળે ત્યારે અમે એક પરિવાર તરીકે સાથે રહેવા માગીએ છીએ.
વર્કફ્રંટની વાત કરીએ તો, અનુષ્કા શર્મા હવે ફિલ્મ ચકદા એક્સપ્રેસ’માં જાેવા મળશે. ભારતીય મહિલા ક્રિકેટર ઝૂલણ ગોસ્વામીના રોલમાં અનુષ્કા દેખાશે. ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બર ૨૦૨૨માં પૂરું થઈ ગયું છે. ફિલ્મ ૨૦૨૩માં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.SS1MS