ક્રિપ્ટો કરન્સી વેચાણના નામેે ઠગાઈ કરતી ગેંગનો સાગરીત પકડાયો
જામનગર, અહીં ખાનગી નોકરી કરતાં વ્યક્તિને ઇન્સ્ટાગ્રામમાં (Instagram) ક્રિપ્ટો કરન્સી વેચવાની (Crypto currency sale cheating gang) ફેક પ્રોફાઈલ (Fake profile as seller) બનાવી પોતે સેલર તરીકેની ખોટી ઓળખ આપી ઠગાઈ કરતી ગેંગના સાગરીત માળીયા હાટીનાના વતની મહેશ વ્રજલાલ મુંગરાનેે સુરતના કામરેજ વિસ્તારમાંથી ઝડપી લેવાયો હતો.
આ શખ્સે ફરીયાદી સાથેેે ઈન્સ્ટાગ્રામ તથા વૉટસઍપમાં ચેટ કરી અને ફરીયાદીના એકાઉન્ટમાં નાની નાની રકમ ઈન્વેસ્ટ કરાવ્યા પછી સામે ક્રિપ્ટો કરન્સી આપતા અને ફરીયાદીનેેેે વિશ્વાસમાં લઈ ફરીયાદીને મોટી રકમનું રોકાણ કરી એકસાથે મોટો લાભ થાય એવી લાલચ આપીને બીજા એકાઉન્ટમાંથી રૂા. ર.૦૩ લાખનું રોકાણ કરાવીનેે છેતરપીંડી કરી હતી.
જામનગર સાઈબર ક્રાઈમ દ્વારા ક્રિપ્ટો કરન્સીના વેચાણ કરનાર આરોપીના ડીટેઈલ મંગાવતા તેનું પગરૂ સુરત નીકળ્યુ હતુ. ત્યાંથી આ ગેંગના સભ્ય મહેશ વ્રજલાલ મુંગરા કામધેનું સોસાયટી કામરેજ ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો.
એ મૂળ તરસિંગાડા તાલુકા માળીયા હાટીના રહેવાસી છે.
આ શખ્સેે ઠગાઈથી મેળવેલ નાણાં બેંક એકાઉન્ટમાં મેળવી અને એ નાણાંને એટીએમ તથા ચેકથી ઉપાડતો હતો. અને કમિશન લઈ અન્ય આરોપીના ખાતામાં મોકલી આપતો હતો. પોલીસે આ ગંગના અન્ય સાગરીતોને પણ ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.